ભૂતપૂર્વ-PM વાજપેયીનાં ભત્રીજી કરુણા શુક્લાનું કોરોનાને લીધે નિધન

રાયપુરઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી અને કોંગ્રેસનાં નેતા કરુણા શક્લા કોરોનાથી જિંદગીનો જંગ હારી ગયાં હતાં. સોમવારે મોડી રાતે રાયપુરના રામકૃષ્ણ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેમણે 12.40 કલાકે છેલ્લા શ્વાસ લીધા હતાં. દિવંગત કરુણા શુક્લાના અંતિમ સંસ્કાર મંગળવારે બલૌદાબજારમાં થશે. લોકસભા સંસદસભ્ય પહેલાં કરુણા શુક્લા હાલમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડનાં અધ્યક્ષ હતાં. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટાં પદો પર રહ્યાં હતાં.

કરુણા શુક્લાના નિધન પર છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ”मेरी करुणा चाची यानी करुणा शुक्ला जी नहीं रहीं. निष्ठुर कोरोना ने उन्हें भी लील लिया. राजनीति से इतर उनसे बहुत आत्मीय पारिवारिक रिश्ते रहे. उनका सतत आशीर्वाद मुझे मिलता रहा. ईश्वर उन्हें अपने श्रीचरणों में स्थान दें और हम सबको उनका विछोह सहने की शक्ति प्रदान करें.”

કોણ હતાં કરુણા શુક્લા?

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી કરુણા શુક્લાનો જન્મ એક ઓગસ્ટે ગ્વાલિયરમાં થયો હતો. વર્ષ 1983માં તેઓ ભાજપમાંથી વિધાનસભ્ય ચૂંટાયાં હતાં. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ચરણદાસ મહંતની સામે હારી ગયાં હતાં. તેઓ 1982થી 2013 સુધી ભાજપમાં રહ્યા પછી 2013માં તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.