નકસલવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ શહીદ

બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં શનિવારે નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં છે અને 12 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. આ અથડામણમાં કેટલાય નકસવાદીઓ પણ માર્યા ગયા છે. CRPFની કોબ્રા કમાન્ડો ટીમ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ વિસ્તારમાં માઓવાદીઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી હતી, ત્યારે આ અથડામણ શરૂ થઈ હતી. બસ્તર રેન્જના બિજાપુર જિલ્લાના તારેમ વિસ્તારમાં આ અથડામણ થઈ છે.

નક્સલવિરોધી ઝુંબેશના ડિરેક્ટર જનરલ અશોક જુનેજાએ જણાવ્યું હતું કે આ અથડામણમાં નક્સલીઓને ભારે જાનમાલનું નુકસાન થયું છે. છત્તીસગઢના DGP પોલીસ ડીએમ અવસ્થીએ કહ્યું હતું કે એન્કાઉન્ટર સુકમા અને બિજાપુર બોર્ડરની નજીક તારેમ વિસ્તારમાં શરૂ થયું છે, તેમણે ક્હ્યું હતું કે અથડામણ હજી જારી છે.

હજી થોડા દિવસ પહેલાં માઓવાદીઓએ 27 ડીઆરજીના પોલીસ કર્મચારીઓની બસને છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નિશાન બનાવવામાં આવી હતી. બસ કાડેનાર અને કાન્હરગાવની વચ્ચે બસને આઇઈડી દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જોકે ગુરુવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ત્રણ નક્સલવાદીઓને પોલીસે ધરપકડ કરી હતી, જે આઇઈડી લગાવવામાં સામેલ હતા. આ હુમલામાં ડ્રાઇવર સહિત પાંચ જવાન શહીદ થયા હતા અને સાત જવાન ઘાયલ થયા હતા.