બંગલાદેશમાં કોરોનાના કેસો વધતાં સાત દિવસ લોકડાઉન

ઢાકાઃ બંગલાદેશ સરકારે કોરોનાના કેસો વધતાં દેશભરમાં સોમવારથી એક સપ્તાહ સુધી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. બંગલાદેશના વાહનવ્યવહારપ્રધાન ઔબૈદુલ કાદિરે શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં એ માહિતી આપી હતી. બંગલાદેશમાં કોરોના વાઇરસના 6830ના નવા કેસો નોંધવામાં આવ્યા હતા, જે એક દિવસ માટે સૌથી વધુ સંખ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,24,594એ પહોંચી છે. સરકાર દ્વારા 24 કલાકમાં 50 નવાં મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 9155એ પહોંચી છે. આ પહેલાં બુધવારે કોરોના 5358 કેસો નોંધવામાં આવ્યા છે, જે ગયા વર્ષે માર્ચમાં દેશમાં રોગચાળા પછી સૌથી વધુ એક દિવસમાં ઉછાળો આવ્યો હતો.

સત્તારૂઢ અવામી લીગના મહા સચિવ કાદિરે કહ્યું હતું કે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સરકારે સોમવારથી સાત દિવસના લોકડાઉનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, કેમ કે દેશભરમાં મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. એ આદેશ ઇમર્જન્સી સેવાઓને લાગુ નથી થાય.

લોકડાઉન દરમ્યાન ફેક્ટરીઓ ખૂલી રહેશે અને શ્રમિક કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરીને શિફ્ટમાં કામ કરી શકે છે. રાજ્ય સરકારે લોક પ્રશાસનપ્રધાન ફરહાદ હુસૈને આ બંધ દરમ્યાન દરેક ઓફિસ અને કોર્ટ બંધ રહેશે, પણ ઉદ્યોગ અને મિલો રોટેશન પર કામ જારી રાખી શકશે.

સોમવારે વડા પ્રધાનની ઓફિસે એક 18-સૂત્રીય નિર્દેશ જારી કર્યા છે, જેમાં સંક્રમણની ઉચ્ચ દરવાળાં ક્ષેત્રોમાં બધા જાહેર સમારોહો પર પ્રતિબંધ સામેલ છે. એમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક સહિત બધા પ્રકારના આયોજનોમાં સભાઓને સીમિત રાખવા નિર્દેશ આપ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે બસોના યાત્રીઓની તેમની બેઠકક્ષમતાથી અડધાથી વધુ લાવવાની મંજૂરી નહીં હોય અને તેમણે સુરક્ષા દિશા-નિર્દેશોનું સખતાઈથી પાલન કરવાનું રહેશે.