કર્ણાટકમાં પાંચ વધુ ઉપ મુખ્ય પ્રધાન બનશે?

બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય બસવરાજ રાયરેડ્ડીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળમાં પાંચ વધુ ઉપ મુખ્ય મંત્રીઓ લાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહી છે. કેટલાક મંત્રી પહેલેથી આની તરફેણમાં છે. CM સિદ્ધારમૈયાની પાસે અત્યારે ડીકે શિવકુમાર તરીકે માત્ર એક ડેપ્યુટી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર લોકસભા ચૂંટણી પહેલાં અમે પાંચ વધુ ઉપ મુખ્ય પ્રધાન બનાવવા પર વિચારવિમર્શ કરી રહ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત પછી કર્ણાટક ભૌગોલિક દ્રષ્ટિએ દેશનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે. તેમણે કહ્યું હતું કે સિદ્ધારમૈયાની સરકાર પાંચ વધુ ડેપ્યુટી CM બનાવવાના પ્રસ્તાવનો ગૃહપ્રધાન જી. પરમેશ્વર અને એમબી પાટિલ સહિત અનેક નેતાઓએ સમર્થન કર્યું હતું. વધારાના મુખ્ય મંત્રી બનાવવાનો પ્રસ્તાવ રાજ્યના સહકારિતા મંત્રી કે. એન. રાજન્નાએ મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે કર્ણાટક જેવા રાજ્યમાં કમસે કમ છ ડેપ્યુટી CM હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે આંધ્રના મુખ્ય મંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીની પાસે પણ પાંચ ડેપ્યુટી CM છે. જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવશે તો ડીકે શિવકુમાર સહિત રાજ્યમાં ડેપ્યુટી CMની સંખ્યા છ થઈ જશે.

કર્ણાટકમાં પ્રચંડ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બની છે. સત્તામાં ભાગ સાથે કેટલીય વાર વિવાદ જોવા મળ્યો છે. હવે રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે રાજ્યમાં ત્રણ ડેપ્યુટી CM બનાવવામાં આવે એવી વકી છે.