બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ સરકારનાં એંધાણ

પટનાઃ બિહારમાં વિધાનસભાની માટે ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ચૂંટણી પરિણામો 10 નવેમ્બરે જાહેર થશે. વિધાનસભાની 243 સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. 71 સીટો માટે જ્યાં 28 ઓક્ટોબરે મતદાતાઓએ મત આપ્યા હતા તો બીજા તબક્કામાં મતદાન 94 સીટો માટે ત્રીજી નવેમ્બરે પૂરું થયું હતું. અંતિમ 78 સીટો માટે સાત નવેમ્બરે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 52.80 ટકા મતદાન થયું હતું. બિહારમાં બંને ગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કર છે. જોકે બધાં ચૂંટણી પરનાં એક્ઝિટ પોલમાંથી એક જ તારણ નીકળે છે કે કોઈ પણ ગઠબંધનને બહુમત નથી મળી રહ્યો.

બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે, સરકાર બનાવવા માટે કોઈ પણ ગઠબંધનને અથવા કોઈ પણ પાર્ટીને 122 સીટોની જરૂર હશે.

એનડીએ   મહાગઠબંધન   અન્ય
ઇન્ડિયા-ટુડે-એક્સિસ
ટાઇમ્સ નાઉ-સી વોટર 116 120 7
ટુડે-ચાણક્ય 104-128 108-131 4-8
જન કી બાત 91-117 118-138 એલજેપી 5-8, અન્ય 3-6

 

એબીપી- સી વોટરઃ એનડીએ

જેડીયુ ભાજપ વીઆઇપી હમ
38-46 66-74 0-4 0-4

 

એબીપી–સી વોટર મહા ગઠબંધન

આરજેડી કોંગ્રેસ ડાબેરી પક્ષ
81-89 21-29 16-15

 

ટીવી ભારત વર્ષ

એનડીએ મહા ગઠબંધન એલજેપી  અન્ય
115 120 4 4

 

ઇન્ડિયા ટુડે-એક્સિસ મુજબ –મોટા ભાગના મતદાતાઓ તેજસ્વીને મુખ્ય પ્રધાન જોવા ઇચ્છે છે.

તેજસ્વી- 44 ટકા

નીતીશ- 33 ટકા

ચિરાગ- 7 ટકા

 

ટાઇમ્સ નાઉ-સી વોટર મુજબ પક્ષોને ટકામાં મળેલા મતોનું અનુમાન

એનડીએ-37.7 ટકા

જેડીયુ- 15.1 ટકા  

ભાજપ-20.4 ટકા

વીઆઇપી- 1.2 ટકા

મહા ગઠબંધન- 36.3 ટકા

આરજેડી- 22.9 ટકા

કોંગ્રેસ -9.4 ટકા

ડાબેરી પક્ષ-ચાર ટકા

અન્ય 17.5 ટકા

એલજેપી- 8.5 ટકા

 

એનડીએમાં નીતીશકુમારના નેતૃત્વમાં ભાજપ, જેડીયુ, મુકેશ સાહની અને જીતનરામ માંઝીની પાર્ટી ચૂંટણી લડી રહી છે. ચિરાગ પાસવાન એનડીએથી બહાર નીકળીને ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષ સામેલ છે. બિહારમાં ચૂંટણી મુદ્દાઓમાં સત્તાવિરોધી લહેરની સાથે-સાથે રોજગાર, પૂર, કોરોના રોગચાળો અને પ્રવાસી મજૂરોનો મુદા મુખ્ય રહ્યા છે.