નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક આદેશ આપ્યો છે. રાજ્યની એડેડ(સરકારી સહાયપ્રાપ્ત) સ્કૂલોમાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આપવામાં આવતા અરક્ષણ બાબતે ગેરરીતિના આક્ષેપ થયા છે એ તપાસવા માટે સર્વોચ્ચ કોર્ટે પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠિત કરવા કહ્યું છે. હજારથી વધારે શાળાઓ પહેલા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો છુપાવી બેઠા છે.બેંચે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના કોઈ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવા પર વિચાર કરી શકે છે જેમાં બે અથવા ચાર અન્ય સદસ્યો હોય કે જેમાં સરકારી સેવક અને શિક્ષણના ક્ષેત્રમાં અનુભવ રાખનારા કોઈ વ્યક્તિનો સમાવેશ કરી શકાય છે. પીઠે કહ્યું કે, સમિતિને આરોપોની તપાસ કરવાની રહેશે. સમિતિ પહેલી બેઠકથી ત્રણ મહિનાની અંદર કોર્ટમાં રિપોર્ટ જમા કરશે.