નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ફરી સમન્સ મોકલ્યા છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા નિર્દેશ આપ્યા છે. લિકર કૌભાંડમાં કેજરીવાલને આ EDએ આ બીજા સમન્સ મોકલ્યા છે. આ પહેલાં કેજરીવાલને પૂછપરછ માટે EDએ બે ડિસેમ્બરે નોટિસ મોકલી હતી, પણ કેજરીવાલે એ નોટિસ ગેરકાયદે ગણાવીને નોટિસ પરત લેવાની માગ કરી હતી. તેઓ ED સમક્ષ હાજર નહોતા થયા.
દિલ્હીની લિકર કૌભાંડ મામલે ઇડીએ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમણે EDની નોટિસને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદે ગણાવી હતી. વાસ્તવમાં ED લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. ચર્ચા છે કે કેજરીવાલને સમન્સ મોકલતા પહેલા તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરી લીધા છે. આ કેસમાં તપાસ એજન્સીએ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે.
આ પહેલાં ED દ્વારા 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા સમન્સમાં 2 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે હાજર થયા ન હતા ,જેથી તપાસ એજન્સીએ તેમને બીજા સમન્સ પાઠવ્યા છે. જો એવામાં હવે બીજી વખત પણ કેજરીવાલ અવગણના કરે છે તો ED ત્રીજી વખત તેમના વિરુધ સમન્સ જાહેર કરી શકે છે અને ત્રીજી વખત બાદ તપાસ એજન્સી બિનજામીન વોરંટની માગ કરી શકે છે જે બાદ નક્કી કરેલા સમય પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. જો તે આ વોરંટને પણ અવગણે છે તો તેમની ધરપકડ થઇ શકે છે.