બાળકોનો મૂડ હળવો કરવા સ્ટ્રોબેરી મિલ્ક શેક પિવડાવો

નવી દિલ્હીઃ સ્ટ્રોબેરી મિલ્કશેક ખાસ કરીને બાળકોને બહુ પસંદ આવે છે અને એની સાથે બાળકો માટે એક સારો એનર્જી ડ્રિન્કનો વિકલ્પ છે. તમે બાળકોને નાસ્તાના સમયે એ ડ્રિન્ક આપી શકો છો.બાળકોની સાથે-સાથે વડીલો પણ એને બહુ મજાથી પીએ છે. જો તમે આ રેસિપીમાં ફ્રેશ સ્ટ્રોબરીનો ઉપયોગ કરો છો તો એ ડ્રિન્કનો સ્વાદ વધુ મજેદાર બની જાય છે, જેથી એ વધુ રિફ્રેશિંગ થઈ જાય છે. એની સાથે એમાં કોઈ પણ સિરપ અથવા  એડિશનલ ફ્લેવર નાખવાની જરૂર નહીં પડે.ફ્રેશ સ્ટ્રોબેરીની સાથે-સાથે તમે એમાં ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો, જેનાથી સ્ટ્રોબેરી મિલ્કશેકનને એક ખાસ રીતે ક્રીમી ફ્લેવર મળે છે.  આનાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આવો સ્ટ્રોબેરિ મિલ્ક શેકની રેસિપી તમે ઘરે તૈયાર કરો છો. એની રેસિપી નીચે મુજબ છે.

મુખ્ય સામગ્રી

એક કપ સ્ટ્રોબરી

મુખ્ય પકવાન માટે

એક કપ ઠંડું દૂધ

પાંચ મોટી ચમચી ખાંડ

સ્ટેપ-1

સૌથી પહેલાં મિક્સ ગ્રાઇન્ડરનો જાર લો. એમાં સ્ટ્રોબેરી નાખો.એમાં પાંચ ચમસી સાકર નાખો અને એ બધાનો પલ્પ તૈયાર કરી લો.

 સ્ટેપ-2

એ પછી એક ગ્લાસમાં સ્ટ્રોબરીનો તૈયાર કરેલો પલ્પ નાખો. હવે એમાં ઉપરથી ઠંડું દૂધ ગ્લાસમાં નાખો અને એ બંનેને ચમચીથી સારી રીતે મેળવી લો.

સ્ટેપ-3

તમારો સ્ટ્રોબેરી મિલ્કશેક તૈયાર છે, એને સ્ટ્રોબેરીના ટુકડાથી સજાવો.