ગ્રેટર નોએડાઃ ગ્રેટર નોએડામાં બાદલપુર વિસ્તારમાં ટેલિફોન કેબલ બનાવનારી કંપનીમાં મીટિંગ દરમિયાન ગોળીબાર થયો હતો. ગોળીબાર થવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે એક ડાયરેક્ટર ઘાયલ છે. આ ત્રણેય પાર્ટનર હતા અને કંપનીની આર્થિક સ્થિતિને લઈને તેમની મીટિંગ ચાલી રહી હતી. ઘાયલે પોલીસને જણાવ્યું કે એક ડાયરેક્ટરે પોતાના લાઈસન્સી હથિયારથી બે અન્ય લોકોને ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી, તો પોલીસ આ મામલે ઘણી અન્ય એન્ગલથી પણ તપાસ કરી રહી છે. ત્રણેયના પરિવારો સાથે અલગ-અલગ વાત કરવામાં આવી રહી છે.યૂપી ટેલીલિંક્સ લિમિટેડ કંપનીમાં આ ઘટના ઘટી છે. પોલીસ અનુસાર કંપનીને ત્રણેય પાર્ટનર મળીને ચલાવી રહ્યા હતા. ગુરુવારના રોજ ત્રણેય બપોરના સમયે કંપનીમાં પહોંચ્યા હતા. બાદમાં બોર્ડ રુમમાં ત્રણેય મીટિંગ કરતા હતા. ઘાયલ રાકેશ દ્વારા પોલીસને આપવામાં આવેલી જાણકારી અનુસાર મીટિંગ દરમિયાન ફાઈનાન્શિયલ સ્થિતિ કોયૂપી ટેલીલિક્સ લિમિટેડ કંપનીમાં વિવાદ વધી ગયો. આ દરમિયાન પ્રદીપે પિસ્ટલથી નરેશ અને રાકેશને ગોળી મારી દીધી. બાદમાં તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પ્રદીપ અને નરેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટનાને નજરે જોનારા અનુસાર મીટિંગ દરમિયાન બોર્ડ રુમમાં માત્ર આ ત્રણ પાર્ટનર જ હતા. બપોરે સાડા ત્રણ વાગ્યે રાકેશ ઘાયલ અવસ્થામાં બુમો પાડતા રુમથી બહાર આવ્યા અને કહ્યું કે પ્રદીપે ગોળી મારી દીધી. બાદમાં પોલીસને બોલાવવામાં આવી. જ્યારે પોલીસ પહોંચી તો પ્રદીપ અને નરેશનું મોત થયું છે. પ્રદીપના હાથમાં પિસ્ટલ પણ હતી. બાદલપુર કોતવાલીના ઈન્ચાર્જ પટનીશ કુમારે કહ્યું કે પોલીસ આ મામલે ત્રણેય લોકોના પરિવારો સાથે પણ વાત કરી રહી છે. ઘણા એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. રાકેશ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.