મહારાષ્ટ્રના આગામી CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM શિંદે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહના ઘરે યોજાયેલી મેરેથોન બેઠક પછી સરકારની રચનાનની ફોર્મ્યુલા પર સહમતી બની હતી. મહારાષ્ટ્રના CM પદે દેવેન્દ્ર ફડણવીસ આરૂઢ થશે, જ્યારે કેટલીક શરતોની સાથે ડેપ્યુટી CM માટે એકનાથ શિંદે રાજી થયા છે, એમન સૂત્રોએ કહ્યું હતું.

ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને એકનાથ શિંદે સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. શિવસેનાએ અમિત શાહ સામે ચાર પ્રસ્તાવ રાખ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને થયેલી બેઠકમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, કાર્યવાહક CM એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા. રાજ્યની વિધાનસભાનાં ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદેએ સ્વીકાર્યું હતું કે CM ભાજપના જ થશે. તેમણે કહ્યું હતું કે PM મોદી તરફથી તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, એને તેઓ પૂરા મનથી પૂરી કરી લેશે. ગૃહપ્રધાન અમિત શાહની સાથે થયેલી બેઠકમાં તેમણે ડેપ્યુટી CM બનવા પર સહમતી આપી દીધી છે. ભાજપના મંત્રી મંડળમાંથી શિવસેનાના ક્વોટામાં 12 મંત્રીઓ હશે. પહેલાં એવી ચર્ચા હતી કે શિંદે પોતાના પુત્રને ડેપ્યુટી CM પદ આપવા ઇચ્છે છે.

મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો પછી PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતાં તેમને પરમ મિત્ર ગણાવ્યા હતા. વળી, ભાજપની ઐતિહાસિક જીતનું શ્રેય પણ કુશળ વ્યૂહરચનાકાર ફડણવીસને જ આપવામાં આવે છે. તેઓ સંઘની નજીક છે અને RSS પણ તેમના નામ પર રાજી છે.