સત્તારના રાજીનામા પર દેવેન્દ્ર ફડણવીસ બોલ્યાઃ સરકારનું પતન શરુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના કેબિનેટના વિસ્તારના પાંચમા દિવસે મંત્રી અબ્દૂલ સતારના રાજીનામા બાદ રાજનીતિ તેજ થઈ ગઈ છે. એકબાજુ આના પર શિવસેના કોઈપણ પ્રકારે સ્થિતિને સંભાળવામાં જોડાઈ ગઈ છે તો ભાજપે આને ઉદ્ધવ ઠાકરે સરકારના પતનની શરુઆત ગણાવી છે. આ વચ્ચે શિવસેનાના સિનિયર લીડર સંજય રાઉતે કહ્યું કે, પાર્ટીમાં અબ્દુલ સતારનું પૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે. તેઓ કયા કારણે નારાજ છે તેની જાણકારી મળી નથી.

તેમણે કહ્યું કે, અબ્દુલ સતારે રાજીનામું આપ્યું છે કે નહી તે મામલે સત્ય કાં તો સીએમ અથવા તો રાજભવનના સૂત્રો જ જણાવી શકે છે. જો તેઓ નારાજ છે તો કયા કારણે નારાજ છે તેની મને ખબર નથી. મેં વાંચ્યું કે તેઓ એક રાજ્ય મંત્રી છે અને કેબિનેટ મંત્રી બનવા ઈચ્છી રહ્યા છે. શિવસેના પાસે વધારે કોટા નથી અને બધાનો ખ્યાલ રાખવાનો છે.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ઠાકરે સરકારના પતનની શરુઆત છે. તેમણે કહ્યું કે, અબ્દુલ સત્તાર સાથે દગો થયો હતો. સરકારમાં બધાને મલાઈવાળા મંત્રાલયો જોઈએ છે. શિવસેનાએ અબ્દુલ સત્તારને દગો આપવાનું કામ કર્યું છે. હવે સરકારના પતનની શરુઆત થઈ ગઈ છે.