કેજરીવાલને કોરોના થયો; સ્વયંને આઈસોલેટ કર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડ્યો છે. આ જાણકારી એમણે પોતે જ ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું છે કે પોતાનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીમારીના લક્ષણ હળવા પ્રકારના છે.

કેજરીવાલે વધુમાં એમ પણ લખ્યું છે કે, ‘મેં સ્વયંને મારા ઘરમાં આઈસોલેટ કરી દીધો છે. છેલ્લા અમુક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ મહેરબાની કરીને કોરોનાનો ટેસ્ટ કરાવી લે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]