પાત્ર-વ્યક્તિઓએ બૂસ્ટર-ડોઝ માટે ફરી નામ નોંધાવવું નહીં-પડે

નવી દિલ્હીઃ કોવિન પ્લેટફોર્મના વડા ડો. આર.એસ. શર્માએ આજે જાણકારી આપી છે કે કોવિડ-19નો સાવધાની ડોઝ લેવા માટે જે લોકો પાત્ર હોય એમણે કોવિન એપ પર ફરીથી નામ નોંધાવવાની જરૂર નહીં રહે. એ લોકો બૂસ્ટર ડોઝનો સમય મેળવવા માટે એ જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે દેશમાં 10મી જાન્યુઆરીથી આરોગ્ય સેવાઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોના રસીનો સાવધાની ડોઝ આપવામાં આવશે.