મુંબઈ-ગોવા લક્ઝરી જહાજ પર 66-જણને કોરોના થયો

મુંબઈઃ અહીંથી ગોવા પહોંચેલા કોર્ડેલિયા ક્રૂઝ જહાજમાંના 2,000 પ્રવાસીઓ ફસાઈ ગયા છે, કારણ કે એમાંના 66 જણનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ જાણકારી ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ આપી છે. એમણે કહ્યું કે જહાજમાંથી પ્રવાસીઓને નીચે ઉતરવા દેવા કે નહીં એનો નિર્ણય સત્તાવાળાઓ લેશે. આ જહાજ એક ખાનગી ક્રૂઝ લાઈનર કંપની દ્વારા સંચાલિત છે. તે રવિવારે મુંબઈથી મોર્મુગાઓ પોર્ટ ટ્રસ્ટ (એમપીટી) ખાતે આવી પહોંચ્યું હતું.

રવિવારે જહાજના એક ક્રૂ સભ્યને કોરોના થયાનું માલુમ પડ્યા બાદ અન્ય તમામ ક્રૂ સભ્યો તથા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જહાજમાં 1,471 પ્રવાસીઓ અને 595 ક્રૂ સભ્યો છે. હાલ જહાજને વાસ્કોના એમપીટી ક્રૂઝ ટર્મિનલ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]