કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીએ માગણી કરી છે કે નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવામાં આવે.
બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટરના માધ્યમથી આ અપીલ કરી છે. એમણે લખ્યું છે કે, નેતાજી રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરના પ્રતીક છે. બંગાળમાંથી એમનો ઉદય ભારતીય ઈતિહાસમાં બેજોડ છે. અમે કેન્દ્ર સરકારને ફરી અપીલ કરીએ છીએ કે નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા તરીકે ઘોષિત કરવામાં આવે જેથી સમગ્ર દેશ રાષ્ટ્રીય નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે.
