કેન્દ્રીય કર્મચારીઓનાં DA-વધારાની કદાચ આજે જાહેરાત થાય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)ની ટકાવારીમાં વધારાને લગતા સારાં સમાચાર કદાચ આજે મળી શકે છે. એવી ધારણા છે કે સાતમા પગારપંચે કરેલી ભલામણો અંતર્ગત DAમાં વધારા સંબંધિત નિર્ણય સરકાર હોળી-2022 પહેલાં જ લઈ લેશે. આવતીકાલે ધૂળેટીનો દિવસ છે અને અખબારી અહેવાલો અનુસાર, સરકાર આજે તેનો નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે.

કેન્દ્રીય કર્મચારીઓ એમનાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાની મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં DA વધારાનો નિર્ણય જાહેર કરાય એવી શક્યતા છે.