સાયરસ મિસ્ત્રી મોત કેસઃ હાઇકોર્ટે પંડોલેની સામેની અરજી ફગાવી

મુંબઈઃ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના મોતના મમલે મુંબઈ હાઇકોર્ટે ગાયનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલની સામે હત્યાનો આરોપ લગાવતી જનહિત અરજીને ફગાવી દીધી છે. ડો. પંડોલે એ કાર ચલાવી રહી હતી, જે કારમાં મિસ્ત્રીનું મોત થયું હતું.

આ મહિનાના પ્રારંભે પાલઘરમાં SP બાળાસાહેબ પાટિલે કહ્યું હતું કે પોલીસે મિસ્ત્રીના મામલે 152 પાનાંના પુરાવા રજૂ કર્યા હતા. ખાસ કરીને દુર્ઘટનાના દિવસે ડો. પંડોલેની સામે લાપરવાહી અને બિનજવાબદારીથી ગાડી ચલાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કાર્યવાહક મુખ્ય જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાળા અને જસ્ટિસ સંદીપ મારનેની ખંડપીઠે કહ્યું હતું કે આ અરજી ન્યૂઝમાં રહેવા માટે કરવામાં આવી છે અને અરજીકર્તાનું આ મામલે નાહવા-નિચોવવાનો સંબંધ નથી. ખંડપીઠે ખુદને અરજીકર્તા પર દંડ પણ લગાવ્યો છે.

54 વર્ષીય મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર ડિવાઇડરથી અથડાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. મિસ્ત્રી સહિત બે જણની ઘટનાસ્થળે મોત થયાં હતા, જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ સિવાય એક અન્ય મૃતકની ઓળખ મિસ્ત્રીના સહયોગી દિનશા પંડોલના રૂપે થઈ હતી.

મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા અધ્યક્ષ હતા. જોકે તેમને ઓક્ટોબર, 2016માં પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. રતન ટાટાએ રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું, જે પછી તેમણે ડિસેમ્બર, 2012માં ચેરમેનપદ સંભાળ્યું હતું. ત્યાર બાદ એન ચંદ્રશેખરને ટાટા સન્સનું ચેરમેન પદ સંભાળ્યું હતું.