વાવાઝોડું-‘અસાની’ ઉગ્ર-ચક્રવાતમાં ફેરવાયું; ઓડિશા, આંધ્રપ્રદેશ, બંગાળને ચેતવણી

ભૂવનેશ્વરઃ ભારતીય હવામાન વિભાગે આજે જાણકારી આપી છે કે બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ભાગ પરના આકાશમાં હવાના ઘેરા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે અને છેલ્લા આઠ કલાક દરમિયાન 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે પશ્ચિમ-વાયવ્ય દિશા તરફ આગળ વધતું હતું. હવાના આ નીચા દબાણે ચક્રવાતી વાવાઝોડા અસાની તરીકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને આ વિશે સતર્ક કરી દીધા છે.

આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળના મધ્ય ભાગ અને આંધ્ર પ્રદેશ તથા ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં દરિયો 9 અને 10 મેએ બહુ જ તોફાની અવસ્થામાં રહેશે. તેમજ ભારે વરસાદ પડી શકે છે.