જયપુરઃ દેશમાં કરપ્શન કેન્સરની જેમ ફેલાઈ રહ્યું છે. જેથી યુવાઓએ ભ્રષ્ટાચારથી લડવા આગળ આવવું જોઈએ. આ ટિપ્પણી હાઇકોર્ટના જસ્ટિસ અશોકકુમાર જૈને એક ફોજદારી અરજી પર દલીલો સાંભળતાં કરી હતી.
અરજીકર્તા ડોક્ટર ટી. એન. શર્માના વકીલ પૂનમચંદ ભંડારીએ કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં હજ્જારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. અમને દસ્તાવેજો સહિત અનેક ફરિયાદો મળી છે, પરંતુ મોટા-મોટા અધિકારીઓની મિલીભગત હોવાને કારણે કાર્યવાહી નથી થઈ રહી.
આરોપી કુલદીપ રાજનેટ પ્રોજેક્ટનો ઓફિસર-ઇનચાર્જ રહ્યો છે. ત્યાં બહુ ભ્રષ્ટાચાર થયો છે. એના અંતર્ગત17,750 વાઇફાઇ પોઇન્ટના કાર્યના આદેશ આપવામાં આવ્યા હતા, જ્યારે 2020 સુધીમાં માત્ર 1750 જ લગાવવામાં આવ્યા હતા. એમ ફરિયાદકર્તાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક પ્રકરણમાં આ વિભાગના અધિકારીથી તેમની ઓફિસની તિજોરીમાં સોનું અને રૂ. 2.5 કરોડ જપ્ત થયા હતા. ફરિયાદકર્તા તરફથી દલીલ કરતાં કહેવામાં આવ્યું હતું કે રંગે હાથે પકડાયા છતાં સરકારના દ્વારા સ્વીકૃતિ નહીં આપતાં અને તપાસ અધિકારીઓની મિલીભગતને કારણે આ પ્રકરણમાં કાર્યવાહી નથી થતી અને અપરાધી બચી જાય છે. આ વિબાગમાં જેટલા પણ ટેન્ડર જારી કરવામાં આવે છે, એ બધામાં કૌભાંડ થાય છે. એટલા માટે એન્ટિ ભ્રષ્ટાચાર વિભાગને નિર્દેશ આપવામાં આવે કે છેલ્લાં પાંચ વર્ષોમાં જારી કરવામાં આવેલાં ટેન્ડરોની તપાસ કરવામાં આવે.
કોર્ટને આ કેસ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જૈન હવાલા કેસમાં કહ્યું હતું કે જેકોઈ મોટી વ્યક્તિ કેમ ના હોય તે કાયદાથી પર નથી. ભ્રષ્ટાચાર કેન્સરની જેમ સમાજમાં ફેલાઈ રહ્યો છે અને એ નાગરિકોના વિશ્વાસને ઉધઈની જેમ ચાટી રહ્યો છે.