નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસ કીટની ઘટને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ વચ્ચે ICMR દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 એપ્રિલ સુધી 7 લાખ રેપિડ એન્ટી બોડી ટેસ્ટિંગ કીટ ભારતને મળશે. આની એ વિસ્તારોમાં વધારેમાં વધારે ટેસ્ટ કરવામાં મદદ મળશે કે જ્યાં કોરોનાના વધારે કેસો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઈસીએમઆરને તબક્કાવાર કીટની ડિલિવરી મળશે. આશા છે તેમને પ્રથમ ચરણમાં 5 લાખ કીટ મળશે. આના માટે ઓર્ડર્સ આપી દેવામાં આવ્યા છે.
ભારતમાં નિઝામુદ્દીનના તબલીગી જમાત કાર્યક્રમમાં જોડાયેલા લોકોના કારણે કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના 490 જેટલા કેસો સામે આવ્યા છે. આનાથી ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 4000 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુનો આંકડો 109 પર પહોંચી ગયો છે. જો કે, આ દરમિયાન 292 જેટલા લોકો સાજા પણ થયા છે. આ પૈકી એક નામ કનિકા કપૂરનું પણ છે.