લ્યો, આ તો દીવાના બદલે મશાલ લઇને નીકળ્યા!!

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે મીણબત્તી, દિવા પ્રગટાવવા કે જેથી કોરોના વાયરસ વિરુદ્ધ દેશની એકજૂટતાનું પ્રદર્શન કરી શકાય, તમામ દેશવાસીઓએ વડાપ્રધાન મોદીની આ અપીલ બાદ લોકોએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો. પરંતુ કેટલાક એવા લોકો પણ રહ્યા કે જેઓ હાથમાં મશાલ લઈને ગો બેકના સૂત્રોચ્ચાર કરતા દેખાયા. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર બોલીવુડ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે ટ્વીટ કરીને રિએક્શન આપ્યું.

સંઘ્યા મૃદુલે ટ્વીટ કરીને લખ્યું કે, ઘરે રહીને દિવા પ્રગટાવવાના હતા પરંતુ આ લોકોતો ભેગા થઈને મશાલ પ્રજ્વલિત કરે છે. આ લોકો વિરુદ્ધ કાર્યવાહીની ખૂબ જરુર છે. આ વ્યક્તિ પોતાનો પાવર બતાવી રહ્યો છે પણ આ પાવર કોરોના પર ન ચાલે. સંધ્યા મૃદુલના આ ટ્વીટ પર યૂઝર્સે ખૂબ રિએક્શન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ભારતમાં દર્દીઓની સંખ્યા 4000 ને પાર કરી ગઈ છે. તો અત્યારસુધીમાં 109 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 232 જેટલા દર્દીઓ સાજા થયા છે.