સારા દિવસો આવશેઃ રાણી એલિઝાબેથનો સંદેશ

લંડનઃ બ્રિટન સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના સંકટની વચ્ચે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ રાષ્ટ્રને એક દુર્લભ ટેલિવિઝન સંદેશ આપીને અનુશાસનની યુદ્ધ સમયની ભાવનાનું આહવાન કર્યું હતું અને કોરોના વાઇરસ રોગચાળાથી લડવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે બ્રિટનના લોકોને આશ્વાસન આપ્યું હતું કે સારા દિવસો પાછા આવશે. કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધી 5,000 લોકોનાં મોત થયાં છે. જ્યારે વિશ્વમાં કોરોનાને લીધે 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

બ્રિટનનાં 93 વર્ષનાં મહારાણી અને ભારત સહિત 54 સભ્યોના કોમનવેલ્થનાં તેઓ પ્રમુખ છે, તેમણે આ સંકટના સમયે વિશ્વભરમાં વધી રહેલાં દુઃખ, દર્દ અને નાણાકીય મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો હતો અને આશા દર્શાવી હતી કે વિશ્વના એક સંયુક્ત પ્રયાસમાં એકજૂટ થઈ રહી છે.

વિન્ડસર કૈસલમાં ચાર મિનિટના ભાષણમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે આવનારાં વર્ષોમાં દરેક કોઈ ગર્વ લેશે કે તેમણે આ પડકારોનો કેવી રીતે જવાબ આપ્યો હતો. જે લોકો અમારા પછી આવશે -તેઓ કહેશે કે આ પેઢીના બ્રિટિશ લોકો પણ એટલા જ મજબૂત હતા. શાંત આત્મ સંયમી, વિનમ્ર સંકલ્પ અને સહકારની ભાવનાના આત્મ અનુશાસનના ગુણ હજી પણ આ દેશની વિશેષતા છે.

તેમણે કહ્યું હતું કે મને ખબર છે કે આ એક પકારજનક સમય છે. લોકોના જીવનમાં સમસ્યાઓનો એક સમય, એક એવી સમસ્યા જેણે કેટલાક લોકોને દુઃખ પહોંચાડ્યું હતું. અનેલ લોકો નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આપણા દૈનિક જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]