નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાને એક વર્ષ 30 જાન્યુઆરીએ પૂરું થયું છે. કોરોનાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ કેર મચાવ્યો હતો. જોકે કોરોના રસી આવ્યા પછી સંક્રમણનો ગ્રાફ નીચલા સ્તરે છે. ચોથી માર્ચે દેશમાં પહેલી વાર 22 કેસ નોંધાયા હતા. 30 જાન્યુઆરીએ પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં વુહાનથી પરત ફરેલા કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા. 12 માર્ચે દેશમાં કોરોનાથી પહેલું મોત નોંધવામાં આવ્યું હતું.
દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,083 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 137 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,33,131 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,147 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,04,094,160 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,808 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,69,624 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.