શાળાકીય શિક્ષણ સુધારવા ભારત-વર્લ્ડ બેન્ક વચ્ચે કરાર

નવી દિલ્હીઃ છ રાજ્યો – મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં શાળાકીય શિક્ષણની ગુણવત્તા અને સંચાલનમાં સુધારો લાવવા માટે ભારત સરકારે વિશ્વ બેન્ક સાથે આજે 50 કરોડ ડોલરનો એક કરાર કર્યો છે જેનું નામ છે STARS – (સ્ટ્રેન્ધનિંગ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ પ્રોગ્રામ).

આ કરાર-યોજનાને લીધે 15 લાખ જેટલી શાળાઓમાં 6-17 વર્ષની વચ્ચેની વયના આશરે 25 કરોડ વિદ્યાર્થીઓ અને એક કરોડ જેટલા શિક્ષકોને લાભ થશે. આ કરાર પર ભારત સરકાર વતી આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સી.એસ. મોહાપાત્ર અને વિશ્વ બેન્ક વતી જુનૈદ એહમદ (કાઉન્ટી ડાયરેક્ટર, ભારત) સહીસિક્કા કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]