ટિકરી બોર્ડરે ટેન્શનઃ સ્થાનિકોના ખેડૂતો સામે દેખાવો

નવી દિલ્હીઃ કેન્દ્રના ખેડૂત કાયદાઓ વિરુદ્ધ આંદોલનનું કોન્દ્ર બની રહેલું ટિકરી બોર્ડરે હવે ટેન્શન પ્રવર્તી રહ્યું છે, કેમ કે અહીંના સ્થાનિક લોકો ખેડૂતોને અહીંથી હટાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંની નજીકના વિસ્તારોના આશરે 30-40 લોના ગ્રુપે તિરંગા સાથે દેખાવો કર્યા હતા અને 26 જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા ત્રિરંગાના કથિત અપમાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

દેશવાસીઓ જોયું હતું કે પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી દરમ્યાન લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કર્યું હતું. અમે અહીં આવાં તત્ત્વોને રહેવા દેવા નથી માગતા, ખેડૂતોની આડમાં દેશ વિરુદ્ધ કામ નથી કરી શકતા, એમ આ જૂથના સભ્યોએ કહ્યું હતું. જોકે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્તે જૂથને થોડા સમય પછી પરત ફરવા માટે લોકોને સમજાવ્યા હતા. જૂથના અન્ય સભ્યએ કહ્યું હતું કે અમારી  પાસે ખેડૂતો અને તેમની માગો વિરુદ્ધ કંઈ પણ નથી, પણ અમારા અધિકારો અને સમસ્યાઓ છે. અમારી આજીવિકા આંદોલનને લીધે પ્રતિકૂળ અસર થઈ છે અને બે મહિનાથી સરહદ બંધ થવાને કારણે અમે સ્વતંત્ર રીતે રહી નથી શકતા, મુક્ત રીતે હરીભરી શકતા નથી, એમ તેમણે કહ્યું હતું.

જોકે સામે પક્ષે આંદોલનકારી ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કહેવાતા સ્થાનિકોના વિરોધમાં ભાજપનો હાથ છે. જોકે સિંધુ બોર્ડર પર આવા વિરોધ-પ્રદર્શનમાં પોલીસે સ્થાનિક અને ખેડૂતો વચ્ચે થયેલા પથ્થરમારામાં ટિયર ગેસનો મારો ચલાવ્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. જેમાં 44 લોકોએ SHO પર હુમલો કર્યો હતો, તેમની ધરપકડ કરવામાં આવી છે અને એસએચઓ પર તલવાર વડે હુમલો કરનાર વ્યક્તિની ઓળખ 22 વર્ષીય રણજિત સિંહ તરીકે કરવામાં આવી છે.