રાજ્યમાં રાત્રિ-કરફ્યુ 15 ફેબ્રુઆરી સુધી યથાવત્

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 15 ફેબ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી છ કલાક સુધી અમલમાં રહેશે. સરકારે આ સાથે લગ્ન પ્રસંગમાં પણ 100નો બદલે 200 વ્યક્તિઓને હાજર રહેવા માટે છૂટ આપવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકારના કોરોનાને નિયંત્રણમાં લેવાના દિશા-નિર્દેશોનું 28 ફેબ્રુઆરી સુધી સખતાઈથી પાલન કરવામાં આવશે, એમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

રાજ્યનાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં તા ૧૫મી ફેબ્રુઆરી સુધી રાત્રિના ૧૧ કલાકથી સવારે છ કલાક સુધી કરફ્યુ અમલમાં રહેશે. આમ કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. આ સાથે હોલ,–હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં  સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. વળી, એમાં એસઓપીના નિયમોનો ભંગ કરનારાને સજા થશે.

સરકાર આ માટે જાહેરનામું બહાર પાડશે, એમ ગૃહના અધિક મુખ્ય સચિવે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે. આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]