33 બાળ-વૈજ્ઞાનિકો ચિલ્ડ્રન સાયંસ કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદઃ વિજ્ઞાન એ બાળકો માટે આશ્ચર્ય, ઉત્સાહ અને આકર્ષણ છે, એમ કેન્દ્ર સરકારના સાયંસ અને ટેકનોલોજી વિભાગ, નેશનલ કાઉન્સિલ ફોર સાયંસ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર અને વડા ડો. પ્રવીણ અરોરાએ ચાર દિવસીય ગુજરાત સ્ટેટ લેવલ ચિલ્ડ્રન કોંગ્રેસના ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું. 28મી સ્ટેટ લેવલ ચિલ્ડ્રન સાયંસ કોંગ્રેસ 28થી 31 જાન્યુઆરી સુધી યોજવામાં આવી છે. આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે ઉદઘાટન કરતાં તેમણે શિક્ષકો અને માતાપિતાને જીવનપર્યંત શિક્ષણ માટે બાળકોમાં આતુરતાને પ્રેરણા આપવામાં સક્રિય ભાગ લેવા માટે અરજ કરી હતી.

ચાલુ વર્ષે કુલ 901 પ્રોજેક્ટ્સની રાજ્યના 33 જિલ્લાઓમાંથી બાળ વૈજ્ઞાનિકોએ નોંધણી કરાવી હતી. આમાંથી 772ને જિલ્લા સ્તરની સ્પર્ધા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને આખરે 156 પ્રોજેક્ટ્સની જિલ્લા સ્તરની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. તેમાં 70 છોકરાઓ અને 86 છોકરીઓની જિલ્લા સ્તરના પ્રોગ્રામમાં સહભાગિતાનો સમાવેશ થાય છે.

આ વખતે GUJCOST, NCSTC-DSTની વારંવારની વિનંતીને પગલે ભારત સરકારે ચાલુ વર્ષના ક્વોટામાં 26થી વધારો કરીને 33 બાળ વૈજ્ઞાનિકોને નવા મહેસૂલ જિલ્લાઓ અનુસાર રાજ્યમાં સમાવ્યા હતા. કેન્દ્રીય થીમમાં પાંચ પેટા થીમ્સ  છે, જેમાં (i) સસ્ટેનેબલ લિવિંગ માટે કોસિસ્ટમ, (ii) સસ્ટેનેબલ લિવિંગ માટે યોગ્ય ટેક્નોલોજી, (iii) સસ્ટેનેબલ લિવિંગ માટે સામાજિક સંશોધન, (iv) સસ્ટેનેબલ લિવિંગ માટે ડિઝાઇન, વિકાસ, મોડેલિંગ અને આયોજન અને (v) સસ્ટેનેબલ લિવિંગ માટે પરંપરાગત નોલેજ સિસ્ટમનો સમાવેશ થાય છે.

ચાર દિવસીય પ્રોગ્રામમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂઆત, વિખ્યાત વૈજ્ઞાનિકો દ્વારા લોકપ્રિય વિજ્ઞાન અંગેની વાતચીત, શિક્ષક વર્કશોપ, સાસ્કૃતિક રજૂઆતની સાથે ઉદઘાટન અને સમર્થિત સત્રોનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા મૂલ્યાંકન કરવા માટે રાજ્યમાં વિવિધ અગ્રણી સંસ્થાઓના 15 જેટલા વિખ્યાત વૈજ્ઞાનિક જ્યુરી સભ્યોના જૂથને આમંત્રણ આપવામાં આવ્યું છે.