ભારતને વૈશ્વિક ટૉય હબ બનાવવા ‘Toy’ing થીમ સાથે ADWની બીજી આવૃત્તિ

અમદાવાદઃ ભારતને રમકડાંઓનાં ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની પોતાની હાર્દિક ઇચ્છાને વ્યક્ત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ અને તેમણે તમામ ભારતીયોને રમકડાં માટે ‘વૉકલ ફૉર લૉકલ’ બનવા કરેલી વિનંતીથી પ્રેરિત થઇને મુખ્ય થીમ ‘Toy’ing with Designની સાથે અમદાવાદ ડિઝાઇન વીક (ADW)ની બીજી આવૃત્તિ લૉન્ચ થવા જઈ રહી છે.

‘અમદાવાદ ડીઝાઇન વીક’ એક નિષ્પક્ષ અને બિન-વ્યાવસાયિક ડિઝાઇન ફેસ્ટિવલ છે, જેને યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર ભારતના ડિઝાઇનરો, શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થીઓની વચ્ચે નેટવર્કિંગ કરવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે. આ અમદાવાદ ડિઝાઇન વીકની બીજી આવૃત્તિ છે, જેનો ઉદભવ વર્ષ ૨૦૧૮માં યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન દ્વારા આયોજીત ઇન્ડિયા ડિઝાઇન કન્ફ્લુઅન્સમાંથી થયો છે.

3થી 7 ફેબ્રુઆરી, 2021 દરમિયાન યોજાનાર ADW 2021 રમકડાંની ડિઝાઇનમાં નવીનીકરણ અને કૌશલ્યનું સંયોજન કરીને ઘણાં સીમાચિહ્નો સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. ટૉય ડિઝાઇનની મુખ્ય થીમ ધરાવતું ADW 2021 રમકડાંનાં પરંપરાગત ઉત્પાદનકર્તાઓ અને આધુનિક ઉત્પાદનકર્તાઓને એક જ છત હેઠળ લાવવાનો ઇરાદો ધરાવે છે.

પોતાના રેડિયો બ્રોડકાસ્ટ ‘મન કી બાત’ના રાષ્ટ્રજોગ સંદેશમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રમકડાં એ વૃદ્ધિશીલ પ્રવૃત્તિ છે અને તે આપણી મહત્વકાંક્ષાઓને ઉડાન પણ આપે છે. ‘વૉકલ ફોર લૉકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના કૉન્સેપ્ટને આગળ વધારવાની તેમની આ ઉત્કટ ઇચ્છાને ધ્યાનમાં રાખીને ADW 2021 સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા રમકડાંનાં વિવિધ ભારતીય ઉત્પાદનકર્તાઓ, કલાકારો અને ઉદ્યોગો સાથે ભેગા મળીને કામ કરશે, જે આખરે સૌ કોઇને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થવાની તથા ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક ડગલું ગણાશે.

ADW 2021માં શાળાના 15,000 વિદ્યાર્થી, 15,000થી વધુ ડિઝાઇનના વિદ્યાર્થીઓ, 2,000 ડિઝાઇન ફેકલ્ટી અને ડિઝાઇન ઇન્ડસ્ટ્રીના 2,500 વ્યાવસાયિકો સુધી પહોંચવામાં આવશે.

ADW 2021 ખાતે યોજાવાની પ્રસ્તાવિત પ્રવૃત્તિઓ નીચે મુજબ છે,

  • વક્તાઓનું સેશન
  • વર્ચ્યુઅલ વર્કશૉપ
  • રમકડાંઓનું પ્રદર્શન
  • ડિઝાઇન સ્પર્ધા
  • પેપરનું પ્રસ્તુતિકરણ

ADW 2021માં શાળાના 15,000 વિદ્યાર્થી, 15,000થી વધુ ડિઝાઇનના વિદ્યાર્થીઓ, 2,000 ડિઝાઇન ફેકલ્ટી અને ડિઝાઇન ઇન્ડસ્ટ્રીના 2,500 વ્યાવસાયિકો સુધી પહોંચવામાં આવશે. તે એક એવું મંચ બનવાની ઇચ્છા રાખે છે, જે રમકડાંઓનું સર્જન કરવા અંગે વિચારણા કરવા માટે ડિઝાઇનના વિદ્યાર્થીઓની ક્ષમતાઓને વધારે. તેણે રમકડાંઓ અંગેની વિચારસરણીને પોષવાના એક ઉમદા ઇરાદાની સાથે ભારત તેમજ વિશ્વના ડિઝાઇન ક્ષેત્રના શ્રેષ્ઠ સર્જકોને સામેલ કરી ચાર દિવસનો એક વ્યાપક કાર્યક્રમ તૈયાર કર્યો છે.

ઉપરોક્ત બાબતો ઉપરાંત, ADW 2021નો ઇરાદો ભારતના સ્થાનિક ક્લસ્ટરોમાંથી રમકડાં બનાવનારાને ચર્ચા માટે આમંત્રિત કરી ભારતના સ્થાનિક રમકડાંઓની સમૃદ્ધ પરંપરાને પોષવાનો છે. રમકડાં બનાવનારાના આ ક્લસ્ટરોમાંથી કેટલાક ક્લસ્ટરો એવા છે, જ્યાં રમકડાંનાં નિષ્ણાત સર્જકો પાસેથી શાણપણભરી જાણકારી પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે, આ ક્લસ્ટરોમાં કર્ણાટકમાં રામનગરમમાં આવેલ ચન્નાપટના, આંધ્ર પ્રદેશમાં કૃષ્ણામાં આવેલ કોંડાપલ્લી, તામિલનાડુમાં થંજાવુરિન, અસમમાં ધુબારી, ઉત્તર પ્રદેશમાં વારાણસી અને આપણા ગુજરાતમાં ઇડર, મહુરા, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે.

ADW 2021 ખાતે યોજાનારા કાર્યક્રમોમાં અહીં નીચે મુજબ છેઃ

  • ડિઝાઇન
  • સંસ્કૃતિ
  • વાર્તાઓ
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ
  • વપરાશકર્તાઓના અનુભવો
  • માર્કેટિંગની યુક્તિઓ
  • ડિજિટલ ડિઝાઇન અને તકો
  • નેટવર્કિંગ અને જ્ઞાનનું આદાનપ્રદાન

આ સિવાય ડીઝાઇન વીકના પાંચ દિવસ દરમિયાન જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, તે આ મુજબ છેઃ

  • નિષ્ણાતોના સેશન/રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા દિગ્ગજો સાથે લેક્ચરના સેશન
  • ડિઝાઈનના દિગ્ગજોની સાથે વર્કશૉપ્સ
  • રમકડાંની ડિઝાઇનની સ્પર્ધા
  • ડિઝાઇનના પેપરોનું પ્રસ્તુતિકરણ
  • ટેકનોલોજી અને ડિઝાઇન

‘ટીમ અપ ફોર ટોઇઝ’ એ તેનો મુદ્રાલેખ છે, જે અમદાવાદ ડિઝાઇન વીક 2021નું સંચાલન કરશે તેમજ નાના બાળકોના બાળપણને ખીલવવાના તથા ભવિષ્યમાં રમકડાંનું વૈશ્વિક હબ બનવા જઈ રહેલા ભારતમાં બનેલા રમકડાંઓ સાથે રમવાથી તેમના ચહેરા પર ખીલી ઉઠતા સ્મિતના સપનાને સામૂહિકપણે સાકાર કરશે.

ADW 2.0ની મુખ્ય બાબતો

  • પ્રો. સુદર્શન ખન્ના અને દાદી પદમજી બે મુખ્ય વક્તવ્યો આપશે.
  • રમકડાંના ઉત્પાદનકર્તા સ્કિલમેટ્કિસ, ફનસ્કૂલ, હેસબ્રો અને હેમલેઝ તેમના વરિષ્ઠ ડિઝાઇનરોની સાથે વક્તાઓના સેશનનું આયોજન કરશે.
  • રમકડાંઓનું એક વર્ચ્યુઅલ પ્રદર્શન યોજવામાં આવશે, જેમાં રમકડાંના વિવિધ ક્લસ્ટરો અને રમકડાંના ઉત્પાદનકર્તાઓના રમકડાંને પ્રદર્શિત કરવામાં આવશે.
  • કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII), વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન (WDO), ક્યુમુલસ એસોસિયેશન (CUMULUS) અને ઇન્ટરેક્શન ડીઝાઇન એસોસિયેશન (IxDA) વચ્ચેના સહયોગમાં 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવારના રોજ ઇન્ડસ્ટ્રી ટાઉન હૉલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ADWએ આ ટાઉન હૉલમાં ભાગ લેવા માટે ડિઝાઇન ઇન્ડસ્ટ્રીના સભ્યોને આમંત્રિત કર્યા છે.
  • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને આઇઆઇટી રુરકીની વચ્ચે સહયોગ સાધીને 6 ફેબ્રુઆરી, 2021, શનિવારના રોજ સ્કુલ ટાઉન હૉલનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતની શાળાઓના વિદ્યાર્થીઓને તેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે.
  • નવીનીકરણ, પરંપરાગત કળા અને ઉભરી રહેલી ટેકનોલોજીના એકીકરણ પર પ્રાથમિક રીતે કેન્દ્રીત વિવિધ કેટેગરીઓ પર ડિઝાઇનની સ્પર્ધા ઓનલાઇન યોજવામાં આવશે.
  • ‘પેપર પ્રેઝન્ટેશન’ના સેશન માટે ‘એકેડેમિક પેપર’ સબમિટ કરવા સમગ્ર ભારતની કૉલેજોએ સંપર્ક સાધ્યો છે. આ ‘પેપર પ્રેઝન્ટેશન’ની વિશેષતા એ છે કે, પ્રાપ્ત કરવામાં આવેલા તમામ પેપરેનું સંકલન કરવામાં આવશે અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન (i-Hub) દ્વારા ISBNમાં રજિસ્ટર થયેલ પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવશે.
  • ગુજરાત યુનિવર્સિટી ‘ख’ से खिलौना’ નામના ઓનલાઇન જર્નલને લૉન્ચ કરશે. આ જર્નલમાં ADWની પેપર પ્રેઝન્ટેશન સ્પર્ધાના કેટલાક ચુનંદા ‘પેપરો’ને પ્રકાશિત કરવામાં આવશે.
  • આર્કિટેક્ટ ઐશ્વર્યા ટિપનિસ સ્ટુડિયો ATA દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ જુગાડોપોલિસ ‘પ્લે ધી સિટી’ થીમ પર બે દિવસની વર્કશૉપનું આયોજન કરશે. આ વર્ચ્યુઅલ વર્કશૉપમાં સહભાગીઓ ઇન્ટરેક્ટિવ ગેમિંગ (એનાલોગ/ડિજિટલ) પર સ્પેસ અને ડિઝાઇનની વિચારણાના પાસાંઓને લાગુ કરશે.
  • ઇકોસ્ટ્રીમના સ્થાપક સોનમ તાશી ગ્યાલ્ટસેન પૂર્વોત્તરની વાતો કરશે.
  • કાર્તિકેય સારાભાઈ દ્વારા ‘અમદાવાદ – ધી ડીઝાઇન કેપિટલ ઑફ ઇન્ડિયા’ પરના સંવાદના સેશનનું સંચાલન કરવામાં આવશે.
  • રમકડાંના ઉત્પાદનકર્તાઓ ટૉય ડીઝાઇન ચેલેન્જના વિજેતાઓને વાણિજ્યિક પ્રસ્તાવ માટે પોતાના વિચાર રજૂ કરવાની તક આપવા તથા ભવિષ્યમાં તેમના કોઈ કૉન્સેપ્ટનું જો વાણિજ્યિકરણ કરવામાં આવે તો, તેમને રૉયલ્ટી આપવા માટે પણ સંમત થઈ ગયાં છે.

#ADW2021ના વક્તાઓ

ADW 2021 ખાતે પુષ્ટી કરવામાં આવેલ વક્તાઓ છે;

  • યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાંથીઃ

પૉલ બડનિટ્ઝ, સ્થાપક, કિડ રોબોટ

મિગુએલ વિલ્સન, ટૉય અને પ્રોડક્ટ ડીઝાઇનર

ડૉ. મેરિઆના એમેટુલો, પ્રેસિડેન્ટ, ક્યુમુલસ એસોસિયેશન

  • ગ્રીસ (હેલેનિક રીપબ્લિક)

કેટરીના કેમ્પરાની, આર્કિટેક્ટ અને ડીઝાઇનર

  • લાટિવિયા

અનિતા સાવિકા, જ્વેલરી ડીઝાઇનર અને ડિરેક્ટર, અનિતા સોન્ડોર ઇન્ક.

  • કૉમનવેલ્થ ઑફ ઓસ્ટ્રેલિયા

એડ્રિયન લાઇટ, ડિરેક્ટર, વન20 ગ્રૂપ આર્કિટેક્ટ્સ

  • ડોમિનિયન ઑફ કેનેડા

કોલિન જાઇલ્સ, વેનકુંવર ફિલ્મ સ્કુલના એનિમેશન એન્ડ વીએફએક્સના હેડ

  • ફેડરલ રીપબ્લિક ઑફ જર્મની

સીગફ્રીડ ઝોલ્સ, સપોર્ટ થ્રૂ સ્પીલમિટેલ ઈ.વી.ના સહ-સ્થાપક અને સીઇઓ

  • ભારત

મહેન્દ્ર ચૌહાણ, ટાઇટન કંપની લિ.ના વૉચિઝ, વેરેબલ્સ અને એસેસરીઝના હેડ ઑફ ડીઝાઇન

આર્કિટેક્ટ ઐશ્વર્યા ટિપનિસ, ઐશ્વર્યા ટિપનિસ આર્કિટેક્ટ્સ એન્ડ કન્ઝર્વેશન પ્લાનરના મુખ્ય આર્કિટેક્ટ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત કેટલાક વિશેષ કાર્યક્રમો

  • આઇઆઇટી-દિલ્હી

ઉભરી રહેલી ટેકનોલોજીઓ અને રોબોટિક્સ તથા ડીઝાઇન

  • આઇઆઇટી-રુરકી

વિદ્યાર્થીઓ અને બાળકો માટે ટાઉનહૉલ ઇવેન્ટ

  • ટીએઆઇટીએમએ

ક્ષમતાનિર્માણ અને રમકડાંના ઉત્પાદનનો વ્યાપ કેવી રીતે વધારવો

  • આઇઆઇટી-વારાણસી

રમકડાંઓનું UI/UX અને સૌંદર્ય તથા પૅકેજિંગ

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન (NID)

એક વિચારથી શરૂ કરી અંતિમ ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયા પર વિદ્યાર્થીઓ માટે ટૉય વર્કશોપ

પરંપરાગત રમકડાંઓની રચના

રમકડાંઓની વાર્તાઓ – ભૂત, વર્તમાન અને ભવિષ્ય

  • એનઆઇડી જોરહાટ / આઇઆઇટી ગુવાહાટી / આઇઆઇએમ શિલોંગ

પૂર્વ ભારતના સાત રાજ્યમાંથી ડિઝાઇનની સ્ટોરીઝ પરનું રાઉન્ડ ટેબલ

  • એનઆઇટી શ્રીનગર

કશ્મીરી રમકડાંની ડિઝાઇનના તત્ત્વો

  • સેપ્ટ યુનિવર્સિટી

‘અમદાવાદ – ધી ડિઝાઇન કેપિટલ ઑફ ઇન્ડિયા’ પર સંવાદ

અહીં નીચે જણાવેલ સંસ્થાઓ દ્વારા વર્કશૉપ્સ અને પેનલ ચર્ચાઓ યોજવામાં આવશે –

  • યુઆઇડી – યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન
  • અનંત નેશનલ યુનિવર્સિટી
  • સેપ્ટ યુનિવર્સિટી
  • જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન
  • ગુજરાત યુનિવર્સિટી
  • એનઆઇટી શ્રીનગર
  • સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી
  • નિરમા યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઑફ ડીઝાઇન
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)
  • નિફ્ટ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી

સમર્થકો

  • ભારત સરકારનું માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલય
  • ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT)
  • ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ

આયોજક અને યજમાન

  • યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (UID)
  • ગુજરાત સ્ટુડેન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) – ગુજરાત સરકારની પહેલ
  • કર્ણાવતી યુનિવર્સિટી

સંચાલક

  • ડીએ ગ્રૂપ

સહ-આયોજક

  • અનંત નેશનલ યુનિવર્સિટી
  • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન (NID)
  • આઇઆઇટી-ગાંધીનગર
  • આઇઆઇટી-રુરકી
  • આઇઆઇટી-ભુવનેશ્વર
  • એનઆઇટી શ્રીનગર
  • આઇઆઇટી-ઇંદોર
  • આઇઆઇટી-વારાણસી
  • આઇઆઇટી-મુંબઈ
  • આઇઆઇટી-દિલ્હી
  • સેપ્ટ યુનિવર્સિટી
  • સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી
  • ગુજરાત યુનિવર્સિટી
  • જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન
  • ડિપાર્ટમેન્ટ ઑફ ડીઝાઇન, નિરમા યુનિવર્સિટી
  • નિફ્ટ

શૈક્ષણિક સહયોગી

  • વર્લ્ડ ડીઝાઇન ઓર્ગેનાઇઝેશન (WDO)
  • ક્યુમુલસ એસોસિયેશન (ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ યુનિવર્સિટીઝ એન્ડ કૉલેજિસ ઑફ આર્ટ, ડીઝાઇન એન્ડ મીડિયા)

ઇન્ડસ્ટ્રી પાર્ટનર

  • ઑલ-ઇન્ડિયા ટૉય મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TAITMA)
  • હેસબ્રો
  • સ્કિલમેટિક્સ
  • સ્પિનમાસ્ટર
  • હેમલેઝ
  • ફનસ્કૂલ

ગુજરાત, પૂર્વોત્તર, રાજસ્થાન, કર્ણાટક, તામિલનાડુના વિવિધ ટૉય ક્લસ્ટર્સ તેમાં ભાગ લેશે.

વૈશ્વિક મહામારીને કારણે અમદાવાદ ડિઝાઇન વીક 2021ને ઓનલાઇન હોસ્ટ કરવામાં આવશે.

ahmedabaddesignweek.com