નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,90,535 થઈ ગઈ છે, જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 5394 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 91,819 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. પાછલા 24 કલાકમાં 8392 લોકોના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 230 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. રિકવરી રેટ 48.19 ટકા થયો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક હવે સાતમો આવ્યો છે.
વધુ છૂટછાટો સાથે લોકડાઉનનો તબક્કા આજથી અમલી
દેશમાં લોકડાઉનનો આગલો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે, જે 30 જૂન સુધી ચાલશે. સરકારે આને લોકડાઉનને બદલે અનલોક વન કહ્યું છે. આ તબક્કામાં સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયની જગ્યા સિવાય મોલ અને રેસ્ટોરાંને ખોલવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનની બહારનાં ક્ષેત્રોને ફરી ખોલવા માટે નવા દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ દિશા-નિર્દેશો આજથી લાગુ થશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.