બોલીવૂડ સંગીતકાર વાજિદ ખાનનું કોરોનાને લીધે મુંબઈમાં નિધન

મુંબઈઃ બોલિવુડના મશહૂર ‘સંગીતકાર’ વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. તેઓ 42 વર્ષના હતા. વાજિદે પોતાના ભાઈ સાજિદની સાથે મળીને અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. બંને ભાઈઓની જોડી બોલિવુડમાં સાજિદ-વાજિદના નામે ઓળખાતી હતી. તેમને ઘણા સમયથી કિડનીની બીમારી હતી.વાજિદના નિધનનું કારણ તેમને કિડનીની સમસ્યા જણાવવામાં આવી છે. કિડનીની સારવાર દરમ્યાન તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તો તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ એક સપ્તાહથી કોરોના પોઝિટિવ હતા.

તેમણે સલમાન ખાનની ફિલ્મમાં સ્ગીત આપ્યું હતું

સાજિદ-વાજિદે સૌથી પહેલાં 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં સંગીત આપ્યું હતું. 199માં તેમણે સોનુ નિગમના આલબમ ‘દીવાના’ માટે સંગીત આપ્યું હતું., જેમાં ‘દીવાના તેરા, ‘અબ મુજસે રાત દિન’ અને ‘ઇસ કદર પ્યાર હૈ’ જેવા ગીતો સામેલ છે. એ જ વર્ષે તેમણે ફિલ્મ ‘હૈલો બ્રધર’ માટે મ્યુઝિક ડિરેક્ટરના રૂપમાં કામ કર્યું હતું અને ‘હટા સાવન કી ઘટા’, ‘ચુપકે સે કોઈ’ અને ‘હૈલો બ્રધર’ જેવાં ગીતો લખ્યા હતા.

સાજિદ-વાજિદે ક્યા યહી પ્યાર હૈ, ગુનાહ ચોરી ચોરી, ધ કિલર, શાદી કરકે ફંસ ગયા યાર, જાને હોગા ક્યા અને કલ કિસને દેખા હૈ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

સોશિયલ મિડિયા પર શ્રદ્ધાજંલિ અપાઈ રહી છે

વાજિદના નજીકના મિત્ર સલીમ મર્ચન્ટે તેમને યાગ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી. ટેમણે ટ્વીટર પર સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળીને શૂન્યમનસ્ક થઈ ગયો છે. અલ્લા તેમના પરિવારને શક્તિ આપે. બોલિવુડની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.