J&Kમાં બંધારણની જીત, હરિયાણાનાં પરિણામો આંચકાદાયકઃ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામો પર મૌન તોડ્યું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ-NCની જીતને બંધારણની જીત ગણાવી હતી, જ્યારે હરિયાણામાં પાર્ટીની હારને આંચકાદાયક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક ચૂંટણી વિસ્તારોમાંથી કાર્યકર્તાઓની ફરિયાદ ચૂંટણી પંચનો સંપર્ક કરશે.

તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોનો જીત બદલ આભાર માન્યો હતો. પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનની જીત બંધારણની જીત છે. લોકતાંત્રિત સ્વાભિમાનની જીત છે, જ્યારે હરિયાણાનાં ચૂંટણી પરિણામોનું અમે વિશ્લેષણ કરી રહ્યા છે. જેની એ ચૂંટણી પંચને જાણ કરવામાં આવશે.

બીજી બાજુ, કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. ચૂંટણી પંચે નવ ઓક્ટોબરે કોંગ્રેસઅધ્યક્ષને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં પંચે આઠ ઓક્ટોબરે જયરામ રમેશ અને પવન ખેડા હરિયાણાનાં ચૂંટણી પરિણામાને અસ્વીકાર્ય બતાવ્યાં હતા, જેના પર પંચે ચિંતા વ્યક્ત કરી હતી.

ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે દેશના લોકતાંત્રિક પરંપરાની વિરુદ્ધ છે. એ જનતાના મતને નકારવા જેવો છે. પંચે પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા સહિત દેશમાં ચૂંટમી એક જ નિયમ-કાયદાથી થાય છે. તેમણે હરિયાણાનાં પરિણામોને અનઅપેક્ષિત ગણાવ્યાં હતાં.

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે EVM પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ EVM દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. EVMથી ચૂંટણી ન થવી જોઈએ.