‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહનું નિધન

લુધિયાણાઃ પંજાબમાં ભારત જોડો યાત્રામાં સવારે કોંગ્રેસી સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રસની પદયાત્રા પંજાબના ફચેહગઢ સાહિબના સરહિંદથી શરૂ થઈ હતી. ફિલ્લોરમાં ભારત જોડોમાં પહોંચ્યા બાદ ચૌધરી સંતોખ સિંહ બેહોશ થયા હતા. તેમને ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા પછીથી તેમનું નિધન થયું હતું. તેઓ જલંધરના સાંસદ હતા. તેમના નિધન પછી ભારત જોડો અટકાવી દીધી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પણ યાત્રા અટકાવીને  ચૌધરી સંતોખ સિંહને હોસ્પિટલમાં દોવા પહોંચ્યા હતા.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કેમ સંતોખ સિંહ ચૌધરીના નિધનથી મોત અને સંગઠન માટે એક મોટો ઝટકો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમારા સાંસદ સંતોખ સિંહ ચૌધરીના નિધન વિશે જાણીને ભારે દુઃખ થયું છે. તેમના જવાથી પાર્ટી અને સંગઠન માટે એક મોટો આંચકો છે. દુઃખની આ ઘડીમાં મારો પરિવાર, મિત્રો અને અનુયાયીઓની સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દુઃખ દર્શાવતાં કહ્યું હતું કે જનહિતના મુદ્દો પર તેઓ સદૈવ આગળ રહેતા હતા. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને ચૌધરી સંતોખ સિંહના નિધન પર શોક દર્શાવ્યો હતો.