લુધિયાણાઃ પંજાબમાં ભારત જોડો યાત્રામાં સવારે કોંગ્રેસી સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રસની પદયાત્રા પંજાબના ફચેહગઢ સાહિબના સરહિંદથી શરૂ થઈ હતી. ફિલ્લોરમાં ભારત જોડોમાં પહોંચ્યા બાદ ચૌધરી સંતોખ સિંહ બેહોશ થયા હતા. તેમને ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા પછીથી તેમનું નિધન થયું હતું. તેઓ જલંધરના સાંસદ હતા. તેમના નિધન પછી ભારત જોડો અટકાવી દીધી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પણ યાત્રા અટકાવીને ચૌધરી સંતોખ સિંહને હોસ્પિટલમાં દોવા પહોંચ્યા હતા.
કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કેમ સંતોખ સિંહ ચૌધરીના નિધનથી મોત અને સંગઠન માટે એક મોટો ઝટકો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમારા સાંસદ સંતોખ સિંહ ચૌધરીના નિધન વિશે જાણીને ભારે દુઃખ થયું છે. તેમના જવાથી પાર્ટી અને સંગઠન માટે એક મોટો આંચકો છે. દુઃખની આ ઘડીમાં મારો પરિવાર, મિત્રો અને અનુયાયીઓની સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
Deeply shocked and saddened to learn about the untimely passing away of our MP, Shri Santokh Singh Chaudhary.
His loss is a great blow to the party and organisation.
In this hour of grief, my heart goes out to his family, friends and followers.
May his soul rest in peace.
— Mallikarjun Kharge (@kharge) January 14, 2023
जालंधर से लोकसभा सांसद श्री संतोख सिंह जी के निधन पर शोक व्यक्त करता हूं। सुदीर्घ सार्वजनिक जीवन में जनहित के मुद्दों पर वे सदैव मुखर रहे। सदन में अनुशासन से अपनी बात रखना उनके व्यक्तित्व की खासियत थी। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। परिजनों के प्रति मेरी संवेदनाएं।
— Om Birla (@ombirlakota) January 14, 2023
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દુઃખ દર્શાવતાં કહ્યું હતું કે જનહિતના મુદ્દો પર તેઓ સદૈવ આગળ રહેતા હતા. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને ચૌધરી સંતોખ સિંહના નિધન પર શોક દર્શાવ્યો હતો.