‘શિવસેના સોનિયાસેના બની ગઈ છે’; કંગના સામે પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ આક્રમક મિજાજવાળી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે એની વિરુદ્ધ ખૂન્નસ કાઢનાર મહારાષ્ટ્રની શાસક શિવસેના પાર્ટી વિરુદ્ધ આકરાં નિવેદનો કરવાનું આજે પણ ચાલુ રાખ્યું છે. એક ટ્વીટમાં એણે લખ્યું છે કે, ‘શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના આદર્શવાદને વેચી દીધો છે અને હવે તે શિવસેનામાંથી ‘સોનિયા સેના’ બની ગઈ છે.’

ઉલ્લેખનીય છે કે, શિવસેનાના સ્થાપક પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરે એમના રાજકીય જીવન દરમિયાન કોંગ્રેસ પાર્ટીનાં સખત ટીકાકાર રહ્યા હતા, પણ એમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી નામે સંયુક્ત સરકાર રચી છે.

કંગનાએ એનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ – ‘ટીમ કંગના’ પરથી કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘બાળાસાહેબ ઠાકરેએ જે આદર્શવાદ પર શિવસેનાનું ઘડતર કર્યું હતું, તેને આજે લોકોએ સત્તા માટે વેચી દીધું છે. હવે પાર્ટી શિવસેનામાંથી સોનિયા સેના બની ગઈ છે. જે ગૂંડાઓએ મારી ગેરહાજરીમાં મારાં ઘરમાં તોડફોડ કરી એમને સિવિક બોડી ન કહો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરો.’

કંગનાએ આ કમેન્ટ એક લેખના જવાબમાં કરી છે. તે લેખ મુંબઈ હાઈકોર્ટની સુનાવણી વિશેનો હતો. તે સુનાવણીમાં હાઈકોર્ટે કંગનાનાં મુંબઈસ્થિત નિવાસસ્થાનમાંની ઓફિસમાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા ગઈ કાલે કરવામાં આવેલી તોડકામની કાર્યવાહી સામે કંગનાનાં વકીલે નોંધાવેલી અરજી પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.

બીએમસીનો દાવો છે કે બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના પાલી હિલ વિસ્તારમાં આવેલી કંગનાની ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેથી એને તોડી પાડવામાં આવ્યું છે.

કંગના એ સમયે મુંબઈ આવવા માટે ચંડીગઢથી વિમાનમાં બેઠી હતી.

હાઈકોર્ટે ગઈ કાલની સુનાવણીમાં એવી ટકોર કરી હતી કે મહાનગરપાલિકાનું પગલું ઉચિત જણાતું નથી અને એમાં બદઈરાદાની ગંધ આવે છે. એમ કહીને કોર્ટે તોડકામની કાર્યવાહીને અટકાવી દીધી હતી અને કંગનાની પીટિશન પર જવાબ આપવાનો મહાપાલિકાને આદેશ આપ્યો હતો. સુનાવણી મોકૂફ રાખી હતી.

કંગના સામે કોર્ટમાં કેસ

દરમિયાન, કંગનાએ ગઈ કાલે મુંબઈ પાછી ફર્યાં બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું એ બદલ એની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વિક્રોલી ઉપનગરના પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે કંગનાએ એમ કહીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બદનામ કર્યા છે કે એમને બોલીવૂડના માફિયા સાથે સંપર્ક છે.

પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીતિન માને નામના એક એડવોકેટે નોંધાવી છે.

કંગનાએ ગઈ કાલે એનાં વિડિયો નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેને તૂંકારે બોલાવીને એમ કહ્યું હતું કે,