રફાલ યુદ્ધવિમાનો હવાઈદળમાં સામેલ; દુશ્મનોને સંરક્ષણપ્રધાનની કડક ચેતવણી

નવી દિલ્હીઃ પાંચ ફાઇટર જેટ રફાલ વિમાનોને આજે ઔપચારિક રીતે ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યા છે. અમ્બાલાસ્થિત એરફોર્સ મથક ખાતે યોજવામાં આવેલા પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે ‘Rafale’ induction ceremonyમાં ફ્રાંસના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લીનું દેશવાસીઓ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે તેમની ઉપસ્થિતિ વર્ષોથી બે દેશો વચ્ચે ચાલ્યા આવતા સંરક્ષણ સહયોગને દર્શાવે છે.

આજે વિશ્વમાં સુરક્ષાની સાથે-સાથે, ઈકોનોમી અને જિયો-સ્ટ્રેટેજિકના મુદ્દા નવાં-નવા રૂપોમાં આપણી સામે આવી રહ્યાં છે. એનો સતત સામનો કરતાં આપણાં બે લોકતંત્ર. એક સ્થાયી, સક્રિય સંબંધ બનાવવામાં અને વધારવામાં સફળ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં એક્સટેન્શન અને આતંકવાદની સામે લડાઈમાં પણ ભારત અને ફ્રાંસ સાથે રહ્યા, એમ તેમણે કહ્યું હતું.

રાજનાથ સિંહે કહ્યું હતું કે સમગ્ર વિશ્વને અમારા સાર્વભૌમત્વ પર ઊઠેલી આંખો માટે એક મોટો અને કડક સંદેશ છે. અમારી સરહદો પર જે રીતેનો માહોલ હાલના દિવસોમાં બન્યો છે અથવા સીધું કહું તો બનાવવામાં આવ્યો છે. એ દ્રષ્ટિએ આ induction બહુ મહત્ત્વનો છે. આ ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે સરકારના કમિટમેન્ટનું એક ઉદાહરણ છે. બદલાતા સમયની સાથે આપણે તૈયાર રહેવું પડશે. જેની તાકાત આજે આપણે જોઈ રહ્યા છીએ. આ વડા પ્રધાનની મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે. અમારો ઉદ્દેશ વિશ્વ શાંતિ માટે રહ્યો છે. અમે એવું ક્યારેય કોઈ પગલું નથી ઉઠાવતા, જેનાથી શાંતિ ભંગ થાય, એમ તેમણે કહ્યું હતું.

રફાલનું સામેલ થવું એક મહત્ત્વનું અને ઐતિહાસિક પળ છે. આ પ્રસંગે હું દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન આપું છું, એમ તેમણે કહ્યું હતું.

ફાઇટર જેટ રફાલ વિમાનોને ઔપચારિક રૂપે ભારતીય હવાઈદળમાં સામેલ કરવામાં આવ્યા એ સમારંભની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સભા કરવામાં આવી હતી. એક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હવાઈદળના જવાનોએ દિલધડક કરતબ દર્શાવ્યા હતા.

રફાલની તાકાત

રફાલ ફાઇટર જેટ 55,000 ફૂટથી હુમલો કરવા સક્ષમ છે, જે પોતાની સાતે ઉડાનમાં 16 ટન બોમ્બ અને મિસાઇલ લઈ શકે છે. રફાલ મલ્ટિ ડિરેક્શનલ રડારથી લેસ છે અને એની નજરથી કોઈ બચી નહીં શકે. રફાલ એકસાથે 40 લક્ષ્યોની દેખરેખ કરવાની કાબેલિયત રાખે છે. રફાલની ઝડપ 2200 કિલોમીટર પ્રતિ કલાક છે. રફાલમાં ત્રણ પ્રકારની ઘાતક મિસાઇલો લાગેલાં છે. લેઝર ગાઇડેડ બોમ્બની તાકાત છે. રફાલ ઇન્ટિગ્રેટેડ સેલ્ફ પ્રોટેક્શન સિસ્ટમની સાથે ફ્રાંસથી ભારત આવ્યાં છે. દુશ્મનના રડાર જેમ કરવામાં સક્ષમ છે. રફાલમાં લાગેલા કેમેરાનું વજન 1000 કિલોગ્રામ છે. રફાલ પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]