રફાલ ફાઇટર જેટની 10 ખાસિયતો…

ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે હવાઈ દળની તાકાત વધી છે. ગત્ દિવસોમાં ફ્રાંસથી ભારત આવેલાં પાંચ રફાલ લડાકુ વિમાન આજે સત્તાવાર રીતે હવાઈ દળમાં સામેલ થયાં છે. લાંબી રાજકીય દલીલો અને પ્રક્રિયા પૂરી થયા પછી રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા છે, જે અત્યાધુનિક ટેક્નિકની સાથે હવાઈ દળમાં સામેલ થયાં છે.આવામાં રફાલ લડાકુ વિમાનોની ખાસિયતો શી છે અને દુશ્મનો એનાથી કેમ ગભરાય છે? જોઈએ એક નજર…

  1. રફાલ લડાકુ વિમાનનો કોમ્બેટ રેડિયસ 3700 કિલોમીટર છે. એની સાથે એ બે એન્જિનવાળાં વિમાન છે, જેની ભારતીય હવાઈ દળની જરૂર હતી.
  2. રફાલમાં ત્રણ પ્રકારનાં મિસાઇલ બેસાડી શકાય છે. હવાથી હવામાં માર કરવાવાળી મિટિયોર મિસાઇલ, હવાથી જમીન પર માર કરવાવાળી સ્કેલ્પ મિસાઇલ અને હૈમર મિસાઇલ.
  3. રફાલ લડાકુ વિમાન સ્ટાર્ટ થતાં જ ઊંચાઈ સુધી પહોંચવામાં અન્ય વિમાનોથી ઘણા આગળ છે. રફાલનો રેટ ઓફ ક્લાઇંબ 300 મીટર પ્રતિ સેકન્ડ છે, જે ચીન-પાકિસ્તાનનાં વિમાનોને માત આપી શકે છે એટલે કે રફાલ એક મિનિટમાં 18,000 મીટરની ઊંચાઈએ જઈ શકે છે.
  4. લદાખ સરહદના હિસાબે જોઈએ તો રફાલ લડાકુ વિમાન ફિટ બેસે છે. રફાલ ઓમની રોલ લડાકુ વિમાન છે. એ પહાડો પર ઓછી જગ્યામાં ઊતરી શકે છે. એને સમુદ્રમાં ચાલતા યુદ્ધજહાજ પર પણ ઉતારી શકાય છે.
  5. એક વાર ફ્યુઅલ ભર્યા પછી એ સતત 10 કલાક સુધી ઉડ્ડયન કરી શકે છે. આ હવામાં જ ફ્યુએલ ભરી શકે છે, જેમ કે એણે ફ્રાંસથી ભારત આવતાં ફ્યુઅલ ભર્યું હતું, એ રીતે.
  6. રફાલ પર બેસાડવામાં આવેલી ગન એક મિનિટમાં 2500 ફાયર કરવા સક્ષમ છે. રફાલમાં મજબૂત રડાર સિસ્ટમ પણ છે. એ 100 કિલોમીટરના વિસ્તારમાં એક વાર એકસાથે 40 ટાર્ગેટની ઓળખ કરી શકે છે.
  7. દેશને મળેલા રફાલ લડાકુ વિમાન આશરે 24,500 કિલોગ્રામ સુધીનો ભાર ઉઠાવીને લઈ જવા માટે સક્ષમ છે, એની સાથે 60 કલાક વધારાની ઉડાનની પણ ગેરન્ટી છે.
  8. રફાલમાં હજી જે મિસાઇલ લાગેલી છે, એ સિરિયા, લિબિયા જેવી જગ્યાઓમાં ઉપયોગ થઈ ચૂકી છે. આ સિવાય ટૂંક સમયમાં SPICE 2000ને પણ આમાં જોડવામાં આવશે.
  9. ભારતીય હવાઈ દળને હાલ પાંચ રફાલ લડાકુ વિમાન મળ્યાં છે, જ્યારે 2022 સુધી એની સંખ્યા 36ની થઈ જશે, જેનાથી અલગ-અલગ એરબેઝ પર તહેનાત કરવામાં આવશે.
  10. રફાલ લડાકુ વિમાન હજી અંબાલા એરબેઝ પર તહેનાત છે, જે ચીન અને પાકિસ્તાન સરહદની પાસે છે. આવામાં વર્તમાન સ્થિતિમાં એ બિલકુલ ભારત માટે લાભકારક સાબિત થશે.