રાષ્ટ્રીય-ક્ષેત્રિય પક્ષોની મિલકત-જવાબદારીઓનું વિશ્લેષણઃ (નાણાકીય વર્ષ 2018-19)

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) ને કહ્યું હતું કે તેઓ રાજકીય પક્ષોના ઓડિટ પ્રક્રિયામાં એકસૂત્રતા આવે તે માટે ગાઈડલાઇન બનાવે. તેના મુજબ 2012 માં ICAI દ્વારા એક ગાઈડલાઇન બનાવવામાં આવી. તેના મુજબ રાજકીય પક્ષોએ તેમની મિલકત અને જવાબદારીઓ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરવાના થાય છે.

તાજેતરમાં ADR દ્વારા વર્ષ 2018-19 ના  અહેવાલોનું વિશ્લેષણ કર્યું છે. જે નીચે મુજબ છે.

  • વર્ષ 2018-19 ના અહેવાલ અનુસાર 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ મિલકત 5349.25 કરોડ છે. જ્યારે 41 ક્ષેત્રિય પક્ષો કુલ મિલકત 2023.71 કરોડ થાય છે.
  • 7 રાષ્ટ્રીય પક્ષોમાં BJP પક્ષ પાસે સૌથી વધુ રૂ.2904.18 કરોડની મિલકત છે. જ્યારે INC રૂ.928.84 કરોડ સાથે બીજા સ્થાને છે. BSP ની મિલકત રૂ.738 કરોડ છે, અને તે ત્રીજા સ્થાને છે.
  • ક્ષેત્રિય પક્ષોની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી (SP) પાસે સૌથી વધુ રૂ.572.21 કરોડની મિલકત છે, ત્યાર બાદ BJD રૂ.232.27 કરોડની મિલકતથી બીજા સ્થાને છે, જ્યારે AIADMK ની મિલકત રૂ.206.75 કરોડ છે, અને તે ત્રીજા સ્થાને છે.

  • રાષ્ટ્રીય અને ક્ષેત્રિય પક્ષોની કુલ જવાબદારીઓ રૂ.213.231 કરોડ છે. તેમાં INC પક્ષ આમાં બે પ્રકારની જવાબદારીઓ આવે છે.ની જવાબદારીઓ સૌથી વધુ રૂ.78.415 કરોડ જેટલી છે, જ્યારે BJP ની જવાબદારીઓ રૂ.37.463 કરોડ છે, અને તે બીજા ક્રમાંકે છે.
  • ક્ષેત્રિય પક્ષોની કુલ જવાબદારીઓ રૂ.79.751 કરોડ છે, અને તેમાં TDP ની જવાબદારીઓએ રૂ. 18.10 કરોડ છે, જે સૌથી વધુ છે.
  • રાષ્ટ્રીય પક્ષોનું કુલ કેપિટલ રિજર્વ ફંડ રૂ.5215.77 કરોડ છે, તેમાં સૌથી વધુ BJP પક્ષનું છે, જે રૂ.2866.717 કરોડ છે. જ્યારે ક્ષેત્રિય પક્ષોનું રિઝર્વ ફંડ રૂ.1943.76 કરોડ તેમાં સમાજવાદી પાર્ટી (SP) નું સૌથી વધુ રૂ.571.70 કરોડ છે.

ADRની ભલામણોઃ

કંપની એક્ટ ની જોગવાઈ પ્રમાણે દરેક વ્યવસાઈક સંસ્થાને દર પાંચ વર્ષે તેમના ઓડિટર બદલવા જરૂરી હોય છે. પણ આ જોગવાઈ રાજકીય પક્ષોને લાગુ પડતી નથી. તેથી રાજકીય પક્ષો તેમના ઓડિટર વર્ષોસુધી રાખી શકે.

ઘણા વિદેશ ઓડિટિંગ ફર્મ ભારતીય કંપની સાથે ટાઇ-અપ કરતા હોય છે. રાજકીય પક્ષો તેમના ઓડિટર બદલાતા નથી આનાથી એક ભય ઊભો થાય છે, કે વિદેશી કંપનીઓ રાજકીય પક્ષોના એકાઉન્ટ ઉપર નજર રાખી શકે.

હાલમાં રાજકીય પક્ષ તેમની રીતે તેમના ઓડિટર નક્કી કરે છે, પણ તેના બદલામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના પેનલમાંથી જ એમને ઓડિટર લેવાના હોય તે પ્રકારે નિયમ નક્કી થાય તેવી માંગણી છે.

રાજકીય પક્ષો ના ઉપજ ખર્ચની વિગતો ક્યારેય ચકાસાતી નથી. એટ્લે એમના તરફથી રજૂ થયેલા હિસાબો ઉપર નિર્ભર રહેવું પડે, અને તેની ક્યાંય ખરાઈ થતી નથી. રાજકીય પક્ષો દ્વારા રજૂ થતાં હિસાબોની ચકાસણી થવી જોઈએ તેવી માંગણી છે.

લો કમિશનના 170 માં અહેવાલ માં જે રાજકીય પક્ષો તેમના હિસાબો રાખવામા ચૂક કરે તેમની સામે પગલાં લેવામાટે લોકપ્રતિનિધિત્વ ધારામાં દંડ કરવા અંગેનો ફેરફાર કરવા સૂચવેલ છે.

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 27CC માં કરેલ જોગવાઈ મુજબ જો કોઈ વ્યક્તિ IT રિટર્ન ભરવામાં વિલમ કરે અથવા ચૂક કરે તો તેમાં પેનલ્ટીની સજા છે. તેવી જોગવાઈ રાજકીય પક્ષોને પણ લાગુ પડાવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કોમન કોઝ V/S યુનિયન ઓફ ઈન્ડિયા ના કેસ માં સ્પષ્ટ કહ્યું છે કેમ રાજકીય પક્ષો દ્વારા IT રિટર્ન ભરવામાં વિલંબ કે ચૂક થાય તો તે IT એક કાયદાનો ભંગ છે, અને જે તે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]