રાજ્યનાં આઠ શહેરોમાં શાળા-કોલેજ 10 એપ્રિલ સુધી બંધ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતી કાલથી રાજ્યનાં આઠ મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. જેથી રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે.

વળી, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે મુખ્ પ્રધાનની  અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં કોલેજ અને યુનિ.માં આવતી કાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઇમટેબલ જાહેર કરાશે. જોકે 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઇન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે.

આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.  આ સાથે જ યુનિવર્સિટીઓ અને કોલેજોની જે ઓફલાઇન પરીક્ષા લેવાની હતી એ પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
જોકે  આઠ મનપા સિવાયનાં રાજયના વિસ્તારમાં તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રહેશે.   આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોની અંદર ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ રહેશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]