કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.135 સસ્તું કરાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યાપારી હેતુઓ માટે વપરાતા 19 કિલોગ્રામ વજનના લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમતમાં રૂ. 135નો ઘટાડો કર્યો છે. દરેક સિલિન્ડર હવે મુંબઈમાં રૂ.2,171.50માં મળશે જ્યારે દિલ્હીમાં રૂ.2,219, કોલકાતામાં રૂ.2,322 અને ચેન્નાઈમાં રૂ.2,373માં મળશે. જોકે ઘરવપરાશ માટેના એલપીજી સિલિન્ડરનો ભાવ યથાવત્ રખાયો છે.

સરકારે છેલ્લા ત્રણ મહિનામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા બાદ આ પહેલી જ વાર એમાં ઘટાડો કર્યો છે. ગઈ 1 મેએ આ સિલિન્ડરની કિંમતમાં રૂ.102.50નો વધારો કર્યો હતો. એ પહેલાં 1 એપ્રિલે રૂ.250 અને માર્ચમાં રૂ.105નો વધારો કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]