CM પુષ્કર સિંહ ધામીએ રજૂ કર્યું UCC રજૂ કર્યું બિલ

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ દામીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ બિલ પર ચર્ચા કરવાને લઈને વિધાનસભામાં વિપક્ષ હંગામો કરી રહ્યો છે. વિપક્ષના હંગામાને કારણે કાર્યવાહીને બપોરે બે કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC વિધેયક પાસ થયા પછી કાયદો બની જશે. એ સાથે ઉત્તરાખંડ દેશમાં UCC લાગુ કરનાર સ્વતંત્રતા પછી પહેલું રાજ્ય બપની જશે. આ બિલમાં 400થી વધુ કલમો સામેલ છે, જેનું લક્ષ્ય પારંપરિક રીતિરિવાજોથી ઊભી થતી વિસંગતિઓને દૂર કરવાનું છે.

આ બિલ લાગુ થયા પછી કેટલાય નિયમો બદલાઈ જશે, જે નીચે મુજબ છે…

  • UCC લાગુ થયા પછી અનેક વિવાહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.
  • યુવતીઓની લગ્નની વય 21 વર્ષ કરવામાં આવે એવી શક્યતા છે.
  • લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ પોતાની માહિતી ફરજિયાતપણ આપવી પડશે. આવા સંબંધોમાં રહેનારા લોકોએ માતાપિતાની માહિતી પણ આપવાની રહેશે.
  • લગ્ન નોંધણી નહીં કરાવવા પર કોઈ પણ સરકારી સુવિધાથી વંચિત રહેવું પડશે.
  • મુસ્લિમ મહિલાઓને પણ દત્તક બાળ લેવાનો અધિકાર રહેશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે.
  • પતિ-પત્ની –બંને માટે તલાક લેવાની પ્રક્રિયાઓ સરળ રહેશે.
  • નોકરી કરતા પુત્રના મૃત્યુની સ્થિતિમાં સિનિયર સિટિઝન માતાપિતાના ભરણપોષણની જવાબદારી પત્ની પર રહેશે અને એને વળતર પણ મળશે.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદના મામલામાં બાળકની કસ્ટડી તેના દાદા-દાદીને સોંપાય એવી શક્યતા છે.

માર્ચ, 2022માં સરકારની રચનાના તત્કાળ પછી મંત્રી મંડળની પહેલી બેઠકમાં ડ્રાફ્ટ તૈયાર કરીને નિષ્ણાત સમિતિના ગઠનની મંજૂરી આપવામાં આવી હતી.