ચંદ્રયાન-3 સફળઃ ‘ચંદ્રવિજય’, ચંદ્ર પર તિરંગો લહેરાયો

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સફળ રીતે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. આ સફળતા હાંસલ કરવાવાળો ભારત વિશ્વનો પહેલો દેશ બની ચૂક્યો છે. ચંદ્રમાના દક્ષિણી ભાગમાં લેન્ડિંગ કરવાવાળો વિશ્વનો પહેલો દેશ ભારત છે.  140 કરોડ લોકોની પ્રાર્થના અને ઇસરોના 16,500 વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે વિશ્વ નહીં પણ ચાંદ પણ ભારતની મુઠ્ઠીમાં છે.

ઇસરો સેન્ટરમાં ખુશીનો માહોલ છે.  ચંદ્રયાનની સફળતા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ક્ષણ ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલોના મહાસાગરને પાર કરવાની છે.

તેમણે જોહાનિસબર્ગમાં તિરંગો લહેરાવ્યો હતો. તેમના ચહેરા પર ખુશી હતી. તેમણે કહ્યું હતું કે ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાનના સફળ લેન્ડિંગથી વિશ્વએ ભારતને લોહા માન્યુ છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.