કેન્દ્રનો ‘બ્લેક-ફંગસ’ને રોગચાળો જાહેર કરવા રાજ્યોને નિર્દેશ  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ વધવાની સાથે-સાથે મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં દિલ્હીની સાથે અનેક રાજ્યોમાં બ્લેક ફંગસના કેસો નોંધવામાં આવી રહ્યા છે. આવામાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મહત્ત્વનો નિર્દેશ આપતાં કહ્યું હતું કે બ્લેક ફંગસને રોગચાળા કાનૂન હેઠળ નોંધપાત્ર રોગમાં જાહેર કરો અને બધા કેસ રિપોર્ટ કરવામાં આવે. એનો અર્થ એ છે કે એ બ્લેક ફંગસના બધા પુષ્ટ અને સંદિગ્ધ કેસ, આરોગ્ય મંત્રાલયને રિપોર્ટ કરવામાં આવશે. બ્લેક ફંગસના મામલાઓ કોરોનાથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓમાં ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે બધા સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં બ્લેક ફંગસના સ્ક્રીનિંગ ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.

બ્લેક ફંગનો શિકાર થયેલા મોટા ભાગના લોકોમાં નબળી રોગ પ્રતિકારક શક્તિ અને ડાયાબિટીસ જેવા રોગ દેખાઈ રહ્યા છે.દેશના રાયપુર, જોધપુર, પટનાસ ઋષિકેશ, ભુવનેશ્વર, દિલ્હી અને ભોપાલ સહિત અનેક જગ્યાએ સારી સારવાર એમ્સ દ્વારા અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોકે એના સારવાર માટે એટલી તૈયારી નથી જોવા મળતી, જ્યારે બ્લેક ફંગસના મામલા ચિંતા વધારી દીધી છે.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 1500 કેસો સામે આવ્યા છે. દેશભરમાં મેક્સ હોસ્પિટલમાં બ્લેક ફંગસના સંક્રમણના 50 કેસો સામે આવી ચૂક્યા છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર જેવા કેટલીક જગ્યાઓ પર 1800થી વધુ કેસો સામે આવ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધનને પત્ર લખ્યો હતો કે જેમાં બ્લેક ફંગસની દવાઓના કાળા બજારને લઈને ચિંતા જાહેર કરી છે અને સરકારે આગ્રહ કર્યો હતો કે એની દવાઓના સપ્લાયની જવાબદારી પોતાના હાથમાં લઈ લે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]