નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED અધિકારીઓના હુમલામાં CBI અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. CBIએ આ દરોડામાં મોટા માત્રામાં ગોલા-બારુદ અને હથિયારો જપ્ત કર્યાં છે. આ પહેલાં સંદેશખાલી મામલામાં CBIએ પહેલી FIR નોંધી હતી. CBIએ ઇમેઇલ દ્વારા ફરિયાદને આધારે FIR નોંધી હતી. એ FIRમાં પાંચ લોકોનાં નામ છે, જ્યારે બાકીના અજાણ્યા લોકો છે.
પેરામિલિટરી ફોર્સની કડક સુરક્ષામાં CBIની ટીમ અલગ-અલગ સ્થળોએ દરોડા કરી રહી છે. આ દરોડામાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે, જેમાં વિદેશોમાં બનેલા હથિયારોની સંખ્યા વધુ છે.
#बंगाल #संदेशखाली केस से संबंधित #सीबीआई ने राज्य के कई जगहों पर रेड किया
संदेशखाली में घर से आग्नेयास्त्र बरामद किया गया, बताया जा रहा है घर किसी स्थानीय तृणमूल नेता के रिश्तेदार का है, हथियारों को जमीन के नीचे दबा कर छिपाया गया था
तलाशी अभियान जारी है— सोनू ओझा/Sonu Ojha/সোনু ওঝা 🇮🇳 (@sdo_ojha) April 26, 2024
મહિલાઓની સાથે અત્યાચાર અને જમીન હડપવાના મામલાઓની તપાસ માટે CBIની 10 સભ્યોની ટીમોએ ગયા સપ્તાહમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન ટીમના પીડિત પરિવારો અને મહિલાઓ વાતચીત કરીને તેમનાં નિવેદનો નોંધ્યા હતાં. એ સાથે CBIની એક ટીમ સંદેશખાલી પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી, જ્યાં હાજર પોલીસ કર્મચારીઓ પાસે તપાસ રિપોર્ટ માગ્યો હતો.
પશ્ચિમ બંગાળના રાશન વિતરણમાં આશરે રૂ. 10,000 કરોડના ભ્રષ્ટાચાર મામલામાં જ્યારે પાંચ જાન્યુઆરીએ EDની ટીમ શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા મારવા પહોંચી તો ત્યાં તેના સાથીદારોએ EDના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. 200થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે ચાલી રહેલા અર્ધસૈનિક દળોનાં વાહનોને ઘેરી લીધાં હતાં. આ કેસમાં શાહજહાં શેખ કેટલાય દિવસો સુધી ફરાર રહ્યો હતો. શાહજહાંને ભૂતપૂર્વ મંત્રી જ્યોતિપ્રિય મલિકની નજીકની વ્યક્તિ માનવામાં આવતો હતો.