કાવેરી જળ વિવાદ: કોઈ રાજ્ય નદી પર અધિકારનો દાવો કરી શકે નહીં : SC

નવી દિલ્હી- ઘણાં લાંબા સમયતી ચાલી રહેલાં કાવેરી નદી વિવાદ અંગે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ વિવાદ કર્ણાટક, તમિલનાડુ અને કેરળ વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણીને લઈને ચાલી રહ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ પણ રાજ્ય નદી ઉપર તેનો દાવો કરી શકે નહીં.સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં તમિલનાડુને મળતા પાણીનો હિસ્સો ઘટાડીને કર્ણાટકને આપવામાં આવતો પાણીનો હિસ્સો વધાર્યો છે. હવેથી કર્ણાટકને 14 TMC પાણી પહેલા કરતાં વધારે મળશે.

મુખ્ય વિવાદ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે

આપને જણાવી દઈએ કે, કાવેરી નદીના પાણીની વહેંચણીને લઈને કર્ણાટક, તમિલનાડુ અને કેરળ વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મુખ્ય વિવાદ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે છે. બંને રાજ્યો એકબીજાને ઓછું પાણી આપવા માગે છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડિ.વાય. ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.

શું છે કાવેરી વિવાદ?

આ વિવાદ લગભગ 19મી સદીથી ચાલ્યો આવે છે. પહેલાં આ વિવાદ મદ્રાસ પ્રેસિડેન્ટ અને મૈસૂર રાજ્ય વચ્ચે હતો. વર્ષ 1942માં તેમની વચ્ચે એક સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ વિવાદમાં કેરળ પણ જોડાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]