PNB કૌભાંડઃ નીરવ મોદી સહિત અન્ય આરોપી સામે ઈન્ટરપોલે જાહેર કરી ડિફ્યૂઝન નોટિસ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકૌભાંડના આરોપીઓ પર ગાળીયો કસવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. આશરે 11,300 કરોડ રૂપીયાના આ ગોટાળાના આરોપી નીરવ મોદી, તેમની પત્ની અમી મોદી અને ભાઈ નિશાલ મોદી અને ગીતાંજલીના પ્રમોટર મેહુલ ચોક્સીને પકડવા માટે ઈંટરપોલને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ ચારેય આરોપીઓ વિરૂદ્ધ ઈંટરપોલ ડિફ્યૂઝન નોટિસ જાહેર કરવામાં આવી છે.

નોટિસ જાહેર થયા બાદ ઈંટરપોલ આ આરોપીઓની ધરપકડ માટે પણ સક્રીય થઈ ગયું છે. આ ચારેય આરોપીઓ જાન્યુઆરીની શરૂઆતમાં જ ભારતમાંથી ફરાર થઈ ચૂક્યા છે. આ પહેલા ઈડીએ પણ બેંકિંગ ફ્રોડના આ મામલે નીરવ મોદી અને મેહુલ ચોક્સીના નામનું સમન્સ જાહેર કર્યું હતુ. સીબીઆઈએ અરબપતિ જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી અને તેના સાથે મેહુલ ચોક્સીના પાસપોર્ટ પણ રદ્દ કરવાની માંગણી કરી છે.

જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી અને તેમના પરીવારના કેટલાસ સભ્યોએ પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં 150 ગેરંટી પત્રો દ્વારા 11 હજાર કરોડ રૂપીયાથી વધારેની ગેરકાયદેસર દેવડ કરી હતી.