ખાનગીકરણ સામે દેશવ્યાપી વિરોધની ટ્રેડ-યુનિયનો દ્વારા હાકલ

નવી દિલ્હીઃ દેશનાં 10 મજૂર યુનિયનોએ બજેટ 2021-22માં સરકારી કંપનીઓના ખાનગીકરણ અને અન્ય જનવિરોધી નીતિઓની સામે ત્રીજી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આહવાન કર્યું છે અને લેબર કલમોને કાઢી નાખવા તેમ જ ગરીબ કામદારના પરિવારોને આવક અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે દબાણ કર્યું છે.  ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઇન્ટુક), ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) અને હિંદ મજદૂર સભા (HMS) સહિત 10 ટ્રેડ યુનિયનો ત્રીજી ફેબ્રુઆરીએ કેન્દ્રની નીતિની સામે વિરોધ-પ્રદર્શન કરશે.

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને સ્વતંત્ર ક્ષેત્રીય ફેડરેશનો અને એસોસિયેશનોએ માગ કરી છે કે મજૂર કાયદા અને વીજ બિલ, 2020ને દૂરવાની માગ, ખાનગીકરણ નહીં, ગરીબ લોકોને આવકનો ટેકો કરવા અને તેમને ખાદ્ય સુરક્ષા અને પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં જનવિરોધી નીતિઓ સામે વિરોધ ત્રીજી ફેબ્રુઆરીએ વિરોધ-પ્રદર્શન કરીને કરવામાં આવશે, એમ સંયુક્ત મંચે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ નિવેદન મુજબ વિરોધ દિવસ દરમ્યાન કાર્યસ્થળોએ અને ઓદ્યૌગિક કેન્દ્રોમાં અને વિસ્તારોમાં લેબર કાયદાની નકલો સળગાવીને ભારે દેખાવો કરવામાં આવશે.

આ સંયુકત ફોરમે જણાવ્યું હતું કે યુનિયનો અને કામદારો આવતા દિવસોમાં રાષ્ટ્રવિરોધી નીતિ સામે લડવા, કર્મચારીઓની અવગણના કરવા અને વિરોધ કરવા માટે હડતાળ સહિતનાં શસ્ત્ર ઉગામીને લડતને ઉગ્ર બનાવવામાં આવશે. નાણાપ્રધાને રજૂ કરેલું બજેટ વાસ્તવિકતાથી બહુ દૂર છે. એ અર્થતંત્ર માટે સંપૂર્ણ રીતે ભ્રામક અને વિનાશકારી છે. નાણાપ્રધાને દાવો કર્યો છે કે સરકારના આર્થિક સર્વેમાં લેબર કાયદાઓ અને કૃષિ કાયદાઓની પ્રશંસા કરવામાં આવી છે, પણ ખેડૂતો માટે કોઈ રાહત નથી અને એમાં સરકાર માત્ર લોન લેવા માટે પ્રોત્સાહિત કરે છે. જે ખેડૂતો માટે એક ક્રૂર મજાક છે. ખેડૂતોની માગને સતત અવગણવામાં આવી છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]