એરો ઈન્ડિયા-2021નું રિહર્સલ…

બેંગલુરુમાં યેલાહાન્કા હવાઈ મથક ખાતે 3 ફેબ્રુઆરીથી ત્રણ-દિવસીય એરો ઈન્ડિયા-2021નું આયોજન થવાનું છે. તે માટે 2 ફેબ્રુઆરી, મંગળવારે ત્યાં વિવિધ પ્રવૃત્તિઓનું રિહર્સલ ચાલી રહ્યું છે. એક સુખોઈ એસયૂ-30 વિમાન તથા અન્ય વિમાનો આકાશમાં ફોર્મેશન કરી રહ્યાં છે. એરો ઈન્ડિયા એશિયાનો સૌથી મોટો એર-શો ગણાય છે. આ વર્ષનો શો 13મી આવૃત્તિ છે.

સી-17 ગ્લોબમાસ્ટર વિમાન અને એસયૂ-30 જેટ વિમાન દ્વારા ફ્લાયપાસ્ટ

ભારતીય હવાઈ દળની એરોબેટિક ટીમ ‘સૂર્યકિરણ’ દ્વારા અદ્દભુત અવકાશી પરફોર્મન્સ.

ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા વિમાનોને નિહાળતા મુલાકાતીઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]