UPના ગાઝીપુરમાં હાઇટેન્શન તારની ચપેટમાં બસઃ 10નાં મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં 11,000 વોલ્ટની વીજના તારના સંપર્કમાં આવવાની પ્રવાસીઓથી ભેરલી બસમાં આગ લાગી હતી. લોકો કરંટને કારણે બચવા માટે બહાર પણ કૂદી ના શક્યા, જેમાં કેટલાય લોકોના જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. આ બસમાં 30થી વધુ યાત્રીઓ સવાર હતા.

આ દુર્ઘટના મરદહ પોલીસ સ્ટેશનના મહાહર જતા રોડ પર બની હતી. બસ મઉના કોપાથી જાન લઈને મરદહના મહાહર ધામ પર કાચા રસ્તેથી આવી રહી હતી. આ બસને વીજળીનો એટલો જોરદાર કરંટ લાગ્યો હતો, જેથી આગ લાગી ગઈ હતી અને આગ એટલી ઝડપી અને ભયાનક હતી કે પ્રારંભમાં સ્થાનિક લોકો આગ બુઝાવવા માટે મદદ કરવાની હિંમત સુધ્ધાં નહોતા કરી શક્યા.

આ બસમાં 10 પ્રવાસીઓનાં મોત થયાં હતાં. અત્યાર સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ બસમાં જાનૈયાઓ હતા.

આ દુર્ઘટના બનતા ફાયર બ્રિગ્રેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યના CM યોગી આદિત્યનાથે પણ મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.