લોકડાઉનમાં ભાજપે કરેલા કાર્યોની મોદીને વિગતો આપવામાં આવશે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ દરમિયાન ભાજપ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવેલા કાર્યક્રમોને આવતીકાલે વડાપ્રધાન મોદી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે શુક્રવારના રોજ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાર્ટીના તમામ રાજ્યોના ભાજપના કાર્યાલયો પાસેથી વિગતો આપવામાં આવશે કે જે પૂર્ણ રીતે ડિજિટલ હશે. સિંહે જણાવ્યુંં કે, શનિવારના રોજ સાંજે તમામ રાજ્યોના પાર્ટી કાર્યાલયો દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલા કાર્યોની વિસ્તૃત વિગતો આપવામાં આવશે. આનું પ્રસારણ ‘નમો એપ’  ઉપરાંત બીજા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમારા તમામ વરિષ્ઠ નેતાઓ આ દરમિયાન ઉપસ્થિત રહેશે.

સિંહે જણાવ્યું કે, આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે કેટલીય યોજનાઓ શરુ કરવામાં આવી કે જેની જાણકારી પાર્ટી કાર્યકર્તાઓએ સામાન્યને લોકોને આપી અને તેમને કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો પણ જણાવ્યા. આ દરમિયાન 22 કરોડ જેટલા લોકોને ભોજન કરાવવામાં આવ્યું. આ સાથે જ બે કરોડ 30 લાખ માસ્ક તેમજ 80 લાખ જેટલા સેનેટાઈઝરની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું.

લોકડાઉન દરમિયાન ભાજપના અનેક સાંસદો અને ધારાસભ્યોના આવાસ પર ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા અને તેનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વધારેમાં વધારે લાભ લોકોને અપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો કે જે કાર્ય હજી પણ ચાલુ છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન શહેરોમાંંથી પલાયન કરનારા મજૂરોને વિશેષ રુપથી મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેમને જરુરી સામાન પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવ્યો.