રાજ્યમાં કોરોનાના નવા 687 કેસઃ 18 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. તો કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34 હજાર 686 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 1906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંક્યા 24 હજાર નવસો 41 છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ પાંચ, પંચમહાલમાં 1 અને ખેડામાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કુલ 1906 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 687 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 195 નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં 190 તો વડોદરામાં નવા 50 કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાં પણ 24 નવા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 340 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે.